1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , શનિવાર, 17 જાન્યુઆરી 2009 (11:22 IST)

પ્રાચીન વસ્તુઓ બચાવવા માટે સમજુતિ

અમેરિકા એક નવી સમજુતિ હેઠળ ચીનથી પાષાણ યુગ સુધીની પ્રાચીન વસ્તુઓની નિકાસ પર રોક લગાવી રહી છે.

ધ ફેડરલ રજીસ્ટરમાં પ્રકાશિત રિપોર્ટમાં 75 હજાર વર્ષથી લઈને સાડા સાત હજાર વર્ષ જુના પાષાણ યુગીન હથિયાર અને ચીની માટીના વાસણ, આભુષણ, એક હજાર વર્ષ જુનુ સિલ્ક તેમજ સિક્કા વગેરેના નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

સમજુતિ અનુસાર પ્રાચીન વસ્તુઓની પ્રાપ્તિના પ્રમાણ તેમજ વૈદ્ય રીતે તેમને ન લાદવા પર આ પ્રતિબંધ લાગુ થશે. આવી ઘણી વસ્તુઓ લાંબા સમયથી કબર, મકબરા અને અન્ય પ્રાચીન સ્થળોથી ચોરી થતી આવી છે.

આ સમજુતિ પર બુધવારે હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં અને તેની રિપોર્ટ પ્રકાશિત કરાઈ હતી.