1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કોલંબો , રવિવાર, 6 એપ્રિલ 2008 (10:12 IST)

બોમ્બ વિસ્ફોટથી શ્રીલંકાના મંત્રીનું મૃત્યું

કોલંબો. શ્રીલંકાની અંદર એક શક્તિશાળી વિસ્ફોટની અંદર શ્રીલંકાના રાજમાર્ગ મંત્રી જયરાજ ફર્નાડોપુલે સહિત ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નીપજ્યાં છે અને અન્ય 50 ઘાયલ થયાં છે.

પોલીસનાં જણાવ્યાં અનુસાર જે સમયે બોમ્બ વિસ્ફોટ થયો તે સમયે 55 વર્ષીય જયરાજ રાજધાની કોલંબોની બહાર આવેલ વેલિવીરિયા કસ્બામાં ઝંડો ફરકાવી રહ્યાં હતાં.

વધું જાણકારી મુજબ એક શંકાશીલ તમિલ વિદ્રોહી આત્મઘાતી હુમલાખોરે સમારોહની અંદર ઘુસીને પોતાને વિસ્ફોટથી ઉડાવી દિધો હતો. આ સમારોહની અંદર સ્થાનીક લોકો પારંપરિક નવાં વર્ષનો ઝલસો ઉજવવા માટે ભેગા થયાં હતાં.

આ વિસ્ફોટની અંદર 50 લોકો વધારે ઘાયલ થયાં છે જેમને હોસ્પીટલમાં દાખલ કરાયાં છે.