1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: લંડન , બુધવાર, 30 એપ્રિલ 2008 (08:06 IST)

બ્રિટન કોસોવામાં 600 સૈનિકો મોકલશે

બ્રિટને કહ્યું છે કે તે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) ની ઈચ્છાને ધ્યાનમાં રાખતા હિંસાગ્રસ્ત કોસોવોમાં કાર્યરત શાંતિસેનાની તાકાતમાં વધારો કરવા માટે પોતાનાં 600 સૈનિકો મોકલશે.

સુરક્ષા સચિવ ડેસ બ્રાઉને પાર્લિયામેન્ટને જણાવ્યું હતું કે, તેમણે નાટો દેશોની પ્રાર્થના પર કાર્યવાહી કરતાં કોસોવોમાં સૈનિકો મોકલવાની બધી તૈયારીઓ કરી નાખી છે. રક્ષા સૈનિકોની આ તૈનાતીથી બ્રિટનની નાટો દેશોની સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા વધું મજબૂત થશે. સાથે જ નાટોની સેનાને કોસોવોનાં બધા સમુદાયોની સુરક્ષાને લઈને શ્રેષ્ઠ તક પ્રાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે, કોસોવોનાં નૃજાતીય સમૂહ અલ્બાનિયનને ગત 17 ફેબ્રુઆરીએ સર્બિયાથી આઝાદીની જાહેરાત કરી નાખી હતી. કોસોવોના આ પગલાને પશ્ચિમ યુરોપનાં દેશોનું સમર્થન પ્રાપ્ત હતું પરંતુ સર્બિયા અને રશિયા આ પગલાથી ખૂબ જ નાખુશ હતાં.