મીની સ્કર્ટ પહેરવાની ના પાડતા માલિકે નોકરીમાંથી કાઢી મુકી

વેબ દુનિયા|

P.R
અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા એક સ્પોર્ટ્સબારમાં વેઈટ્રેસ તરીકે કામ કરતી 23 વર્ષીય યુવતીએ ઉત્તેજક સ્કર્ટ પહેરવાની ના પાડતા માલિકે તેને નોકરીમાંથી કાઢી મુકી હતી. કર્ટની સ્કેરેમ્બેલ નામની આ યુવતીએ હવે પોતાના માલિક પર દાવો માંડ્યો છે.

કર્ટનીના જણાવ્યા અનુસાર તેને જે સ્કર્ટ પહેરવા કહેવામાં આવેલું તે ખુબ જ અનુચિત હતું. તેના કારણે તેનું જોબ પર્ફોમન્સ પ્રભાવિત થઈ રહ્યું હતું અને તેના સાથી કામદારોને પણ આ સ્કર્ટ સામે વાંધો હતો.

આખરે કર્ટનીએ સ્કર્ટ પહેરવાની ના પાડ્યા બાદ તેને કાઢી મુકવામાં આવતા હાલમાં તેણે વેસ્ટહૂડમાં આવેલા ઓ’હારાના આ બારના માલિક સામે દાવો માંડ્યો છે. જોકે, બારના માલિકનું કહેવું છે કે તેને નોકરી પરથી કઢાઈ જ નથી પણ તેણે જ સામેથી નોકરી છોડી છે.
P.R

કર્ટનીએ જણાવ્યું હતું કે સ્કર્ટ વાળો મુદ્દો આવ્યા પહેલા તે છેલ્લા ચાર વર્ષથી આ બારમાં કામ કરી રહી હતી અને તેને ક્યારેય કોઈ વાંધો નહોતો પડ્યો. જોકે, જેવો બારમાં નવો મેનેજર આવ્યો કે તેણે ડ્રેસ બદલી નાખીને બ્લેક સ્લેક્સ અને બ્લાઉઝ યુનિફોર્મમાંથી નાનકડું સ્કર્ટ પહેરવાનું ફરજીયાત બનાવી દીધું હતું.
તેણે કહ્યું હતું કે સ્કર્ટને ફરજીયાત બનવાતા હું તેમજ બારમાં કામ કરતી અન્ય યુવતીઓ જરાય ખુશ નહોતા. દરેક જણમાં તેની સામે ગુસ્સો હતો. કોઈ તે સ્કર્ટ પહેરવા તૈયાર નહોતું પરંતુ કમનસીબે નોકરીઓ મળવી અઘરી હોવાથી કેટલીક યુવતીઓએ તે પહેરીને પણ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.


આ પણ વાંચો :