1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

વિશ્વાસ ભરેલી વાતચીત જ યોગ્ય સમાધાન : હિલેરી

ઇઝરાઇલ અને ફલસ્તીન વચ્ચે લંબિત શાંતિ વાર્તાની જલ્દી શરૂઆતની અપીલ કરતા અમેરિકાએ કહ્યું કે, પશ્ચિમ એશિયામાં માત્ર વિશ્વાસ સાથે કરવામાં આવેલી વાતચીત જ દ્વિપક્ષીય સમાધાન પર આધારિત વ્યાપક શાંતિ લાવી શકે છે.

અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને જોર્ડનના પોતાના સમકક્ષ નસાર જુદેહ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું કે, અમેરિકાનું માનવું છે કે, વિશ્વાસ સાથે કરવામાં આવેલી વાતચીતની સાથે જ બન્ને પક્ષ વિવાદને ખત્મ કરવાના સમાધાન પર પહોંચી શકે છે. તેણે કહ્યું કે, અમેરિકા અને જોર્ડન બન્ને પશ્વિમ એશિયામાં સમાધાન માટે પ્રતિબદ્ધ છે.

હિલેરીએ કહ્યું કે, અમે ઇજરાઇલિયોં, ફલસ્તિનીઓ, જોર્ડન અને અરબના અધિકારીઓ સાથે મળીને વાતચીતને બીજી વખત શરૂ કરવા માટે તમામ પગલા હાથ ધરી રહ્યાં છે. આ તમામના હિતમાં છે.