1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Last Modified: શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (16:06 IST)

ઉડતા વિમાનમાં મુસાફરે એયર હોસ્ટેસને દાંતથી કરડી ખાધુ, શરીર પર દેખાયા ઘા ના નિશાન, ફ્લાઈટનુ ઈમરજેંસી લૈંડિંગ

aeroplane
પ્લેનમાં વિવાદનો એક નવો મામલો સામે આવ્યો છે. જેમાં એક મુસાફરે એર હોસ્ટેસ સાથે ગેરવર્તણૂંક કરી.  યુએસ જતી ઓલ નિપ્પોન એરવેઝ (એએનએ) ની ફ્લાઈટને બુધવારે ટોક્યોમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું કારણ કે એક પેસેન્જરે નશામાં  ફ્લાઈટમાં સવાર કેબિન એટેન્ડન્ટને બચકું ભર્યુ હતુ.  
 
એક રિપોર્ટ મુજબ  એરલાઇનના પ્રવક્તાએ કહ્યું કે 55 વર્ષીય અમેરિકન વ્યક્તિ કથિત રીતે અત્યંત નશામાં હતો, જે દરમિયાન તેણે ક્રૂ મેમ્બરને હાથ પર જોરથી બચકું ભર્યુ હતુ, જેનાથી તેને ઈજા થઈ હતી.
 
  પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના બાદ 159 મુસાફરો સાથે વિમાનના પાઇલોટ્સે ફ્લાઇટને હનેડા એરપોર્ટ પર લેન્ડ કરવા માટે પરત કરી હતી. આ પછી નશામાં ધૂત પેસેન્જરને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો. જાપાની મીડિયા અનુસાર, નશામાં ધૂત થઈ ગયા પછી, વ્યક્તિએ પોલીસને કહ્યું કે તેને કંઈ યાદ નથી.
 
આ પહેલા બોઇંગ 737 ની કોકપિટ વિન્ડોમાં તિરાડો મળી આવતાં અન્ય ANA ફ્લાઇટને પાછું વળવું પડ્યું હતું. તે જ સમયે, જ્યારે મુંબઈથી બેંગ્લોર જતી ફ્લાઈટ મોડી પડી ત્યારે એક મુસાફરે પાયલટને જોરથી મુક્કો માર્યો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી.