શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 24 એપ્રિલ 2018 (16:09 IST)

પ્લેનમાં ખાવા માટે મળ્યું સફરજન બેગમાં રાખ્યું, લાગ્યું 33 હજારનો દંડ

અધિકારીઓ એ તેના પર 500 ડાલરનો દંડ લગાવ્યું કારણકે મહિલાએ આ નહી જણાવ્યું હતું કે એ પેરિસથી આવી ડેલ્ટા એયરલાઈનની ફ્લાઈટમાં મળ્યું સફરજન લઈને આવી રહી છે. 
 
પ્લેનમાં મળેલી ખાવા-પીવાની વસ્તુને પછી ખાવા માટે બેગમાં રાખવું ભારે પડી શકે છે. એક મહિલા યાત્રી સાથે અમેરિકામાં આવું થયું. તેને પ્લેનમાં ખાવા માટે સફરજન આપ્યું હતું. તેને પછી ખાવા માટે સફરજનને બેગમાં મૂકી લીધું. 
 
યુનાઈટેડ સ્ટેટસ કસ્ટમ એંડ બાર્ડરના અધિકારીઓ તેના પર 500 ડાલરનો દંડ લગાવી દીધું કારણકે મહિલાએ આ નહી જણાવ્યું કે એ પેરિસથી આવી ડેલ્ટા એયરલાઈનની ફલાઈટથી મળેલું સફરજન લઈને આવી રહી છે. 
 
પીડિત ક્રિસ્ટલ ટેડલૉકએ કહ્યું કે તેને યાત્રાના સમયે ફ્લાઈટમાં મળ્યા સફરજનને મિનિયાપોલિસથી ડેંવરની સફર માટે બચાવીને રાખી લીધું હતું. કસ્ટમના અધિકારીઓએ તેના બેગની તપાસ કરી. તેણે કીધું કે એજેંટએ તેને પૂછ્યું કે શું ફ્રાંસથી તેની ટ્રીપ મોંઘી હતી. 
 
તેના પર કિસ્ટલએ હા કીધું તો એજેંટએ કીધું કે હવે આ વધારે મોધી થશે કારણકે બેગમાં સફરજન મળ્યા પછી અમેરિકી સીમા શુલ્ક વિભાગએ 500 ડાલરનો દંડ લગાવી રહ્યું છે. 
 
ડેલ્ટા એયરલાઈનએ માત્ર આટલુજ કીધું કે યાત્રીઓએ કસ્ટમના નિયમોનો પાલન કરવું જોઈએ. કસ્ટમ્સના ડિક્લેરેશન ફાર્મમાં પૂછાય છે કે એ પોતાની સાથે કોઈ ફળ કે શાક લઈને આવી રહ્યા છે.