BRICS Summit live : બ્રિક્સના વિકાસ માટે મોદીનો નવો મંત્ર સૌનો સાથ સૌનો વિકાસ, મોદી-જિનપિંગની મીટિંગ  
                                       
                  
				  				  
				   
                  				  સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમી રેટિંગ એજંસીઓનો મુકાબલો કરવા અને વિકાસશીલ દેશોની સરકારી અને કોરપોરેટ એકમોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે બ્રિક્સ ક્રેડિટ રેટિંગ એજંસી બનાવવાની જોશપૂર્ણ વકાલત કરી. 
				  										
							
																							
									  
	 
	ચીનના શહેર શિયામીમાં ચાલી રહેલ બ્રિક્સ સંમેલનનો આજે બીજો અને અંતિમ દિવસ છે. બ્રિક્સ સમિટના અંતિમ દિવસે મોદી ડાયળોગ ઓફ ઈમરજિંગ માર્કેટ એંડ ડેવલપિંગ કંટ્રીજ કૉન્ફ્રેંસને સબોધિત કર્યા. મોદીએ કહ્યુ કે આગામી દશક બ્રિક્સ દેશો માટે ખૂબ જ મહત્વનુ છે. આ માટે પીએમ મોદીએ સબકા સાથ સબકા વિકાસનો નારો આપ્યો અને કહ્યુ કે આ ખૂબ જ જરૂરી છે. 
				  
	 
	કોંફ્રેંસને સંબોધિત કરતા પીએમ મોદીએ આતંકવાદ સાથે મુકાબલો સાઈબર સુરક્ષા અને વિપદા પ્રબંધનમાં સહયોગ અને સમગ્ર કાર્યવાહી પર જોર આપ્યો. કોન્ફ્રેંસમાં સભ્યો દેશના નેતાઓના વિકાસશીલ દેશોમાં વધી રહેલ બાજર પર પણ ચર્ચા કરી. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
		વડાપ્રધાન મોદીએ બ્રિક્સ સંમેલનમાં જણાવ્યું હતું કે, તમામ દેશોમાં શાંતિ માટે બ્રિક્સ દેશોએ એક થવાની જરૂર છે. આ અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. બ્રિક્સ સંમેલનમાં બ્રાઝીલ રશિયા, ભારત, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે.
 				  																		
											
									  
		બ્રિક્સ બેઠકને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે, બ્રિક્સ દેશોએ પરસ્પર સહયોગ વધારવાની જરૂર છે. વિશ્વમાં શાંતિ માટે સહયોગ જરૂરી છે. એક થવાથી શાંતિ અને વિકાસ થશે.
 				  																	
									  
		મોદીએ કહ્યું કે અમે અમારા દેશમાં બ્લેકમની વિરુદ્ધ લડાઇ શરૂ કરી છે. અમારું લક્ષ્ય સ્માર્ટ સિટી,  સ્વાસ્થય, વિકાસ, શિક્ષામાં સુધાર લાવવાનો છે. બ્રિક્સ બેન્કે લોન આપવાનું શરૂ કરી દીધું જેનો યોગ્ય ઉપયોગ થવો જોઇએ. અમારો દેશ યુવાઓનો છે. આ અમારી તાકાત છે. અમે ગરીબી સામે સફાઇ અભિયાન છેડ્યું છે.
 				  																	
									  
	
		મોદી મંત્ર - સબકા સાથ સબકા વિકાસ 
		ચીનના શિયામેનમાં ચાલી રહેલ બ્રિક્સ સંમેલન દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ ‘ડાયલોગ ઓફ ઇમર્જિંગ માર્કેટ્સ એન્ડ ડેવલપિંગ કંટ્રીઝ’ના કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના આર્થિક વિકાસ માટે સબકા સાથ, સબકા વિકાર જરૂરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ દરમ્યાન આતંકવાદ, સાઇબર સુરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં ઉભરતા દેશોની વચ્ચે સહયોગને મહત્વપૂર્ણ ગણાવ્યં. પીએમ મોદીએ કહ્યું કે આપણા માટે આવનારો એક દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તેમણે કહ્યું કે આપણા આવનારા દાયકાને સ્વર્ણિમ બનાવાના પ્રયાસોમાં એક થવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે અમારા વિકાસનો કન્સેપ્ટ “સબકા સાથ ઔર સબકા વિકાસ”ના સિદ્ધાંત પર આધારિત છે. પીએમ મોદીએ આતંકવાદના મુદ્દાને જોરશોરથી ઉઠાવતા કહ્યું કે આતંકવાદના મુદ્દા પર બ્રિક્સ દેશોએ સાથે આવવું પડશે. જળવાયુ પરિવર્તનને લઇને પણ પીએમ મોદીએ કહ્યું આપણે હરિયાળી દુનિયાનું નિર્માણ કરવા માટે સાથે આવવું પડશે.
 				  																	
									  
		 
		ચીનનુ નરમ વલણ 
		 
		આપને જણાવી દઇએ કે બ્રિક્સ દેશોના સંમેલનના ઘોષણાપત્રમાં પાક સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાનો ઉલ્લેખ કરાયો છે. આ સિવાય પીએમ મોદીએ સાઇબર સુરક્ષાને પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે. મંગળવારના રોજ સવારે નરેન્દ્ર મોદી ડોકલામ વિવાદ પછી પહેલી વખત ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંની મુલાકાત કરશે.