શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (00:55 IST)

Britain's Queen Elizabeth II Passes Away: બ્રિટનની ક્વીન એલિજાબેથ-2 નુ નિધન, પ્રિંસ ચાર્લ્સ રાજા જાહેર

Queen Elizabeth II
બ્રિટનના હતા. રાણી ઘણા દિવસોથી બીમાર હતા. ગુરુવારે તેમની તબિયત લથડી હતી. બકિંગહામ પેલેસે લગભગ 11 વાગ્યે (ભારતીય સમય મુજબ) 96 વર્ષીય રાણીના મૃત્યુની સત્તાવાર જાહેરાત કરી. પેલેસે કહ્યું કે રાણીનું આજે બપોરે બાલમોરલ કેસલમાં અવસાન થયું. રાણી એલિઝાબેથના અવસાન બાદ તેમના પુત્ર અને પ્રિન્સ ચાર્લ્સને તરત જ બ્રિટનના રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ દુઃખની ઘડીમાં સમગ્ર શાહી પરિવાર સ્કોટલેન્ડમાં સાથે છે.



ઉલ્લેખનીય છે કે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપનું ગયા વર્ષે અવસાન થયું હતું. પ્રિન્સ ફિલિપે 9 એપ્રિલ 2021ના રોજ 99 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું. પ્રિન્સ ફિલિપ પણ લાંબા સમયથી બીમાર હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ મહારાણી એલિઝાબેથ(Queen Elizabeth)ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે તેમને આપણા સમયના મહાન વ્યક્તિત્વ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે તેમના દેશ અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડ્યું. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી.

ફેબ્રુઆરીમાં કોરોનાથી સાજા થયા હતા
96 વર્ષીય રાણી ગયા વર્ષે ઓક્ટોબરથી આરોગ્યની અનેક સમસ્યાઓમાંથી સ્વસ્થ થઈ ગઈ હતી. પરંતુ તેના કારણે તેના ચાલવા અને ઉભા થવામાં સમસ્યા હતી. ત્યારબાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેને કોરોના થયો હતો. આમાંથી સ્વસ્થ થયા પછી પણ તેમની તબિયત સારી થઈ રહી ન હતી.