શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 5 સપ્ટેમ્બર 2022 (17:55 IST)

Kabul- કાબુલ: રશિયન એમ્બેસી નજીક બોમ્બ બ્લાસ્ટમાં 20ના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ રશિયાના દૂતાવાસ નજીક દારુલ અમન રોડ પર થયો છે. આ બ્લાસ્ટના કારણે અફરાતફરી મચી ગઈ છે. 
 
સ્થાનિક સમાચારો અનુસાર રશિયન એમ્બેસીની બહાર થયેલા આ બ્લાસ્ટમાં બે રશિયન ડિપ્લોમેટ સહિત 20 લોકોના મોત નીપજ્યા છે.શુક્રવારે પણ ભીડ ભરેલી મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 18 લોકોના મોત થયા હતા જ્યારે 23 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. 72 કલાકની અંદર બ્લાસ્ટની આ બીજી ઘટના છે.