ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 14 માર્ચ 2019 (11:02 IST)

ચીન કેમ વારંવાર મસૂદ અઝહરને બચાવી રહ્યુ છે ? જો મસૂદ અઝહર ગ્લોબલ આતંકી જાહેર થતો તો શુ પડતી અસર ?

જૈશ એ મોહમ્મદના સરગના અને પુલવામાંમાં 40 જવાનોની શહીદીની જવાબદાર મસૂદ અઝહર એકવાર ફરી શિકંજામાં આવતા બચી ગયો. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેણે ગ્લોબલ આતંકી જાહેર કરવાની તૈયારી હતી પણ ખરા અવસર પર ચીને આ પ્રસ્તાવ પર વીટો કરી દીધો. ચીનના આ વલણ પર અમેરિકાએ તેને કડક ચેતાવણી આપી છે. 
 
સવાલ એ ઉઠે છે કે જો મસૂદ અઝહર ગ્લોબલ આતંકવાદી જાહેર થઈ જાય છે તો તેની તેના આરોગ્ય પર શુ અસર પડતી. વૈશ્વિક આતંકી જાહેર થયા પછી મસૂદ અઝહર પર આ 6 પ્રતિબંધ લાગી જતા. 
 
- દુનિયાભરના દેશોમાં મસૂદ અઝહરની એટ્રી પર બેન લાગી જતો 
- આ ઉપરાંત મસૂદ અઝહર કોઈપણ દેશમાં આર્થિક ગતિવિધિઓ ન ચલાવી શકતો 
-  સંયુક્ત રાષ્ટ્રના બધા સભ્ય દેશોને મસૂદના બેંક એકાઉંટ્સ અને પ્રોપર્ટીને ફ્રીઝ કરવી પડતી 
- મસૂદ અઝહર સાથે સંબંધિત વ્યક્તિઓ કે તેની સંસ્થાઓને કોઈ મદદ ન મળતી. 
- આ ઉપરાંત પાક્સિતાનને પણ મસૂદ અઝહરના વિરુદ્ધ આર્થિક પ્રતિબંધ લગાવવી પડતી 
- બૈન પછી પાકિસ્તાનને મસૂદ અઝરના ટેરર કૈપ અને તેના મદરસાને પણ બંધ કરવા પડતા 
 
ચીન પર શુ પડતી અસર -- શુ ડૂબી જતુ ચીનનુ રોકાણ  
 
બીજી બાજુ સૌથી મોટી વાત કે જો મસૂદ અઝહરનુ નામ UNSCની ગ્લોબલ આતંકવાદીવાળી લિસ્ટમાં સામેલ થઈ જતુ તો પાકિસ્તાનના FATFની બ્લેક લિસ્ટમાં સામેલ થવાની શક્યતા ખૂબ વધુ થઈ જતી. FATFની આ ગ્રે લિસ્ટમાં એ પહેલાથી જ છે.  FATFમાં બ્લેકલિસ્ટ થયા પછી પાકિસ્તાન પર આર્થિક પ્રતિબંધ લાગી જશે.  તેનાથી ચીનનુ પાકિસ્તાનમાં અરબો ડોલરોનુ રોકાણ ડૂબી શકે છે. 
 
મસૂદ અઝહરને કેમ બચાવી રહ્યુ છે ચીન 
 
એક સવાલ એ પણ છે કે છેવટે ચીન આખી દુનિયા સાથે દુશ્મની લઈને મસૂદ અઝહર જેવા આતંકીને વારે ઘડીએ કેમ બચાવી રહ્યુ છે. વિશેષજ્ઞો મુજબ તેની પાછળ સૌથી મોટુ કારણ છે ચીન અને પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલે કે  CPEC.
 
ભારતીય ગુપ્ત એજંસીઓની રિપોર્ટ્સ મુજબ  CPEC.પ્રોજેક્ટ પીઓકે, ખૈબર પખ્તૂનખ્વાહ અને બલૂચિસ્તાન જેવા અનેક સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થાય છે. જ્યા તેનો વિરોધ થાય છે  જ્યા મસૂદ અઝહરની ચીન સાથે નિકટતા થવાને કારણે આતંકી સંગઠન  CPEC.ના નિર્માણમાં રોડા નહી અટકાવે.