શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :બીજિંગ , સોમવાર, 21 માર્ચ 2022 (15:00 IST)

ચીનમાં મોટી દુર્ઘટના, 133 મુસાફરોને લઈને જઈ રહેલ પ્લેન ક્રેશ

ચીનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે. 133 મુસાફરોને લઈને જઈ રહેલ પ્લેન ક્રેશ થઈ ગયુ છે. 133 મુસાફરોને લઈ જઈ રહેલુ પ્લેન ક્રેશ થઈ ગયુ છે. જો કે હજુ સુધી આ દુર્ઘટનાનુ કારણ જાણી શકાયુ નથી કે કેટલા લોકોનુ મોત થયુ છે. સ્ટેટ મીડિયાએ આ દુર્ઘટનાની ચોખવટ કરી છે. 
 
બોઇંગ 737 અચાનક થયું  Crash
 
રાજ્ય મીડિયાના અહેવાલો અનુસાર, બોઇંગ 737 એ 133 મુસાફરો સાથે ઉડાન ભરી હતી, પરંતુ અચાનક તે ક્રેશ થઈ ગયું હતું. પ્લેન કયા કારણે ક્રેશ થયું તે હજુ સ્પષ્ટ થયું નથી. આશંકા છે કે આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરોના મોત થયા છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
 
Kunming થી ભરી હતી ઉડાન
 
ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે ચીનનું બોઈંગ 737 એરક્રાફ્ટ કુમીંગથી ગંગઝોઉ તરફ જતું હતું. ગંગઝોઉ વિસ્તારમાં જ આ ર્દુઘટના બની છે. એરક્રાફ્ટ ક્રેશ થયા પછી પહાડોની વચ્ચેથી ધૂમાડો નીકળતો દેખાય છે.