શ્રીલંકા - સાંપ્રદાયિક હિંસા પછી આખા દેશમાં 10 દિવસની ઈમરજેંસી

Last Modified બુધવાર, 7 માર્ચ 2018 (10:38 IST)
શ્રીલંકાના કૈંડી જીલ્લામાં બે વિશેષ સમુહ વચ્ચે હિંસાના એક દિવસ પછી સાંપ્રદાયિક હિંસા પર કાબૂ મેળવવા માટે 10 દિવસ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. આ માહિતી આજે સરકારના પ્રવક્તાએ આપી. જુદા જુદા સ્થાન પર સેનાને ગોઠવવામાં આવી છે.

શ્રીલંકામાં બંને સમુહ વચ્ચે છેલ્લા એક વર્ષથી તનાવ વધતો જઈ રહ્યો છે. કેટલાક વિશેષ સમુહવાળા બીજા સમુહના લોકોનો શ્રીલંકામાં તેમની હાજરીનો પણ વિરોધ કરી રહ્યા છે.

સરકારના પ્રવક્તા દયાસિરી જયસેકરાએ જણાવ્યુ કે સાંપ્રદાયિક રમખાણોના દેશને અન્ય ભાગમાં ફેલાવવાથી રોકવા માટે મંત્રીમંડળની વિશેષ બેઠકમાં દેશમાં 10 દિવસ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ફેસબુક દ્વારા હિંસા ભડકાવનારા વિરુદ્ધ પણ કડક પગલા લેવાનુ એલાન કરવામાં આવ્યુ છે.
કૈડીમાં ભીડ દ્વારા દુકાન સળગાવ્યા પછી ઘટના સ્થળ પર સુરક્ષા બળને મોકલવામાં આવ્યુ અને કરફ્યુ લગાવી દેવામાં આવ્યુ.

આ છે સમગ્ર ઘટના -

ઉલ્લેખનીય છે કે બે સમુહ વચ્ચે શ્રીલંકાના કૈંડીમા એ રીતે હિંસા ભડકી કે આખા દેશમાં રમખાણો ભડકી ગયા. કૈંડી શ્રીલંકાનુ સૌથી લોકપ્રિય ટુરિસ્ટ હિલ સ્ટેશન છે. કૈંડીમાં એક વ્યક્તિની હત્યા અને સમુહ વિશેષના વેપારને આગ લગાવ્યા પછી અશાંતિની સ્થિતિ ઉભી થઈ ગઈ હતેી

રમખાણો ભડકાવ્યા પછી ડઝનો લોકોની ધરપકડ કરવામાં આવી છે. સરકારે
બધી પાર્ટીઓ અને સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જવાબદારી બતાવે અને શાંતિ કાયમ રાખે.


આ પણ વાંચો :