શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 26 ડિસેમ્બર 2021 (17:12 IST)

ડેસમંડ ટૂટૂ : દક્ષિણ આફ્રિકાના નોબલ પુરસ્કાર વિજેતા આર્કબિશપ ડેસમંડ ટૂટૂનું નિધન-

દક્ષિણ આફ્રિકામાં રંગભેદને ખતમ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અને નોબલ પુરસ્કાર વિજેતા આર્કબિશપ ડેસમંડ ટૂટૂનું 90 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે.
 
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ કહ્યું કે ડેસમંડ ટૂટૂનું નિધન "દક્ષિણ આફ્રિકાના શાનદાર લોકોની એક આખી પેઢી પ્રત્યે શોકનો એક અધ્યાય" છે.
 
તેમણે કહ્યું કે મુક્ત દક્ષિણ આફ્રિકા બનાવવામાં મુખ્ય પાદરી ડેસમંડ ટૂટૂનું મોટું યોગદાન હતું.