સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 10 સપ્ટેમ્બર 2023 (10:48 IST)

ભૂકંપના કારણે મોરોક્કોમાં તબાહી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.8 માપવામાં આવી, મૃત્યુઆંક વધીને 2 હજાર થયો

Earthquake in North India
મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે.  કિંગ મોહમ્મદ VIએ 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેમણે પીડિતોને ભોજન, આશ્રય અને અન્ય મદદ આપવાનો આદેશ આપ્યો છે.આફ્રિકન અને યુરેશિયન પ્લેટો વચ્ચે સ્થિત હોવાને કારણે, મોરોક્કોના ઉત્તરીય પ્રદેશમાં વારંવાર ભૂકંપ આવે છે.
 
મોરોક્કન જિયોલોજિકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 7.2 હતી. જો કે, યુએસ જીઓલોજિકલ સર્વેએ તેની તીવ્રતા 6.8 જણાવી છે. એમ પણ કહ્યું કે 120 વર્ષમાં આ વિસ્તારમાં આવેલો આ સૌથી વિનાશક ભૂકંપ છે.
 
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયો અનુસાર, ભૂકંપના કારણે સાંકડી ગલીઓમાં કાટમાળ વિખરાઈ ગયો હતો અને લોકોના ઘરનો સામાન છાજલીઓમાંથી પડ્યો હતો.