શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 સપ્ટેમ્બર 2025 (14:59 IST)

વારંવાર પીએમ બદલવાને લઈને ફ્રાન્સમાં અંધાધૂંધી; વિરોધીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, આગચંપી; 200 લોકોની ધરપકડ

France over repeated change of PM
દેશના નવા વડાપ્રધાન માટે ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ (39)નું નામ સામે આવ્યું. ફ્રાન્કોઇસ બાયરોના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને લેકોર્નુને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે.

ફ્રાન્સ છેલ્લા એક વર્ષમાં તેના ચોથા વડાપ્રધાન જોઈ રહ્યું છે. દેશના લોકો વારંવાર પીએમ બદલવાના નિર્ણયથી ખુશ નથી.
 
બુધવારે ફ્રાન્સમાં પેરિસ સહિત ઘણી જગ્યાએ ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન, વિરોધીઓએ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. બદમાશોએ જાહેર સંપત્તિને આગ ચાંપી દીધી હતી. શહેરોમાં વિવિધ સ્થળોએ આગચંપીને કારણે તણાવ ફેલાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. વાસ્તવમાં, વિરોધીઓ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પર દબાણ લાવવા માટે વિરોધ કરી રહ્યા છે.