અભિનેત્રીઓ સહિત 50 મહિલાઓનું યૌન શોષણ કરનાર હૉલીવુડ નિર્માતા હાર્વે વાઈંસ્ટીનની ધરપકડ
હૉલીવુડ અભિનેત્રીઓના યૌન ઉત્પીડના આરોપી નિર્માતા હાર્વે વાઈંસ્ટીનને શુક્રવારે ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી લીધી છે. તેમના પર હોલીવુડની અનેક અભિનેત્રીઓ સહિત લગભગ 50 મહિલાઓએ રેપ અને દુર્વ્યવ્હારનો આરોપ લગાવ્યો હતો. આ ખુલાસા પછી જ પહેલા હોલીવુડ અને પછી આખી દુનિયામાં મી ટૂ અભિયાન મોટા પાયા પર શરૂ થયુ હતુ.
પડદા પર ભગવાન રિયલ લાઈફમાં શૈતાન, આઠ મહિલાઓએ લગાવ્યો યૌન શોષણનો આરોપ હોલીવુડના જાણીતા પ્રોડ્યુસર્સમાં સામેલ વાઈંસ્ટીન સવારે 7.30 વાગ્યે જ પોતાની કાળી એસયૂવીમાં બેસીને ન્યૂયોર્ક પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. ધરપકડ પછી તેમણે અહી મૈનહૈટન અપરાધિક કોર્ટમાં રજુ કરવામાં આવ્યા. અહી તેમના પર ઔપચારિક રૂપે આરોપ સાબિત કરવામાં આવ્યા.
માહિતી મુજબ પોલીસ અને ડિસ્ટ્રિક્ટ અર્ટોર્નીએ તપાસ પછી વાઈંસ્ટીન પર બે જુદી જુદી મહિલાઓ સાથે રેપ અને યૌન ઉત્પીડનનો આરોપ છે. તેમા એક મામલો 2004મ અને બીજો 2013નો છે. વાઈંસ્ટીન બંને મહિલાઓ સાથે પોતાના વ્યવ્હાર માટે માફી માંગી ચુક્યા છે. પણ સહમતિ વગર સેક્સના આરોપથી ઈંકાર કરી ચુક્યા છે.
કોર્ટે વાઈંસ્ટીનને 1 મિલિયન ડૉલરના બોન્ડ પર મુક્ત કર્યા. તેઓ ન્યૂયોર્ક અને કનેક્ટિકથી બહાર જઈ શકે નહી અને આ દરમિયાન તેમને પગમાં એક એંકલ મૉનિટર પણ ઓળખવો પડશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં અમેરિકી છાપા ન્યૂયોર્ક ટાઈમ્સ અને ન્યૂ યૉર્કરે પોતાની રિપોર્ટમાં દાવો કર્યો હતો કે લગભગ 12 મહિલાઓએ પ્રોડ્યૂસર હાર્વે વાઈંસ્ટીન પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે.
આ દિગ્ગજ અભિનેત્રીઓ થઈ હતી હાર્વેનો શિકાર - ત્યારબાદ જ ગ્વેનેથ પાલ્ટ્રો, એલિસા મિલાનો, રોજ મૈક્ગોવાન, એશ્લે જડ, સલમા હાએફ સહિત અનેક હૉલીવુડ અભિનેત્રીઓએ વાઈંસ્ટીન પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો. આ રિપોર્ટ પછી એક-એક કરીને લગભગ 50 મહિલાઓએ એ માન્યુ કે હાર્વીએ તેમને કામ આપવાને બહાને ખોટી રીતે ટચ કર્યુ અને તેમની સાથે છેડછાડ કરી.
મી ટૂ હૈશટૈગનો ઉપયોગ કરનારી સેલિબ્રિટીઝમાં એક્ટ્રેસ એલિસા મિલાનો પહેલી હાઈ-પ્રોફાઈલ મહિલા હતી. એલિસાએ હાર્વે વાઈંસ્ટીન પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો.
શુ કહ્યુ હતુ એશલી જૂડે - જાણીતી હૉલીવુડ એક્ટ્રેસ એશલી જૂડે જણાવ્યુ કે 20 વર્ષ પહેલા હાર્વીએ કામ આપવાને બહાને મને પોતાના બંગલા પર બોલાવી હતી. જ્યારે હુ ત્યા પહોંચી ત્યારે તેમણે ફક્ત ટૉવેલ લપેટી રાખ્યો હતો અને મારા પહોંચવા પર તેઓ મને મસાજ કરવાની જીદ્દ કરવા લાગ્યા. ત્યાબાદ અનેકવાર તેઓ મને હોટલના પોતાના રૂમમાં બોલાવીને આપત્તિજનક કામ કરવા માટે મજબૂર કરતા હતા.
કેવો હતો એંજોલિના જૉલીનો અનુભવ - એક્ટિંગના શરૂઆતના સમયમાં હાર્વી સાથે કામ કરનારી જાણીતી એક્ટ્રેસ એંજિલિના જૉલીએ જણાવ્યુ કે હાર્વી સસથે કામ કરવા દરમિયાન તેમનો અનુભવ ખૂબ ખરાબ રહ્યો. તેથી તેણે હાર્વી સાથે ફરી કામ ન કરવાનો નિર્ણય કર્યો અને અન્ય લોકોને પણ આ સલાહ આપી.