સંબંધિત સમાચાર
- પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર ટ્રમ્પને મળશે, અમેરિકાએ તેમને પરેડમાં આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો હતો
- વર્લ્ડ કપ 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, જાણો ભારત અને પાકિસ્તાન કયા શહેરોમાં રમશે પોતાની મેચ
- પાકિસ્તાનમા ડેડ થવા માંડ્યા 2 મુખ્ય બાંધ, નથી થઈ રહી પાકની વાવણી, જાણો ભારતના બ્રહ્માસ્ત્ર થી કેવુ ફડફડી રહ્યુ છે પાકિસ્તાન
- જમ્મુ એરપોર્ટને ઉડાવી દેવાનું કાવતરું હતું, પાકિસ્તાને 20 કિલો વિસ્ફોટકો મોકલ્યા હતા, NSGનો મોટો ખુલાસો
- કિડનીના પથરીની સારવારના નામે 25 ગ્રામજનોને પાકિસ્તાન બોલાવવામાં આવ્યા હતા, પછી તેમની કિડની કાઢી નાખવામાં આવી હતી!
પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ વિસ્ફોટ બાદ થઈ ડિરેલ, 4 ડબ્બા પાટા પરથી ઉતર્યા જુઓ Video
Jaffar Express image source_X
પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ તેજ વિસ્ફોટ પછી ડિરેલ થઈ ગઈ છે. એવુ બતાવાય રહ્યુ છે કે જકોકાબાદમાં પાટા પર જોરદાર બ્લાસ્ટ થયા બાદ તેના 4 ડબ્બા ડિરેલ થઈ ગયા. એવુ બતાવાય રહ્યુ છે કે આ ટ્રેન પેશાવર થી કોટા જઈ રહી હતી. પણ વિસ્ફોટ પછી જાફર એક્સપ્રેસ (Jaffar Express) ના ચાર ડબ્બા મંગળવારે જાકોબાબાદની પાસે પાટા પરથી ઉતરી ગયા. રેલવે અધિકારીઓ અને સ્થાનીક પ્રશાસને ઘટનાસ્થળ પર પહોચીને રાહત કાર્ય શરૂ કરી દીધા છે.
An explosion occurred on the railway track near Jacobabad, Balochistan province causing four coaches of the Jaffar Express to derail. The train was en route from Peshawar to Quetta. According to police, the blast left a 3-foot-wide crater on the track, and around 6 feet of the… pic.twitter.com/ltXbrEUwdt
— Abdullah Jan Sabir (@AbdullahJanSab1) June 18, 2025
બધા મુસાફરો સુરક્ષિત
આ દુર્ઘટનામાં કોઈ મુસાફરનુ મોત કે ગંભીર રૂપે ઘાયલ થવાની સૂચના નથી. બધા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ તેમને તેમના ગંતવ્ય સ્થળ પર રવાના કરવામાં આવી રહ્યા છે. બ્લાસ્ટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક સૂત્રોએ આશંકા બતાવી છે કે આ એક ષડયંત્ર કે તોડફોડ હોઈ શકે છે. જો કે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
સુરક્ષા એજંસીઓ તપાસમાં લાગી
ઘટના પછી રેલવે ટ્રેકનુ રિપેયરિંગ કામ ઝડપથી શરૂ કરવામાં આવ્યુ છે અને અન્ય ટ્રેનોની અવરજવરને અસ્થાયી રૂપથી હાલ રોકવામાં આવી છે. સુરક્ષા એજંસીઓ ઘટના પર હાજર છે અને તપાસ ચાલી રહી છે રેલવે પ્રશાસને મુસાફરોને ધૈર્ય બનાવી રાખવા અને સત્તાવાર સૂચનાનુ પાલન કરવાની અપીલ કરી છે.
