Video - માસ્ક વગર આવેલી મહિલાને દુકાનદારે ટોકી તો તેણે કપડા જ ઉતારી નાખ્યા
કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ફરી એકવાર વિશ્વ માટે ખતરાની ઘંટી બની ગયું છે. આ ખતરનાક વાયરસે ઘણા દેશોમાં ફરી એકવાર કડક પ્રતિબંધોનો સમય પાછો લાવ્યો છે. પરંતુ હજુ પણ એવા ઘણા લોકો છે જે કોરોના વાયરસ અને તેના નિયમોને ગંભીરતાથી લેતા નથી. આવો જ એક કિસ્સો આર્જેન્ટિનામાંથી સામે આવ્યો છે જ્યાં એક મહિલા માસ્ક વગર આઈસ્ક્રીમની દુકાને પહોંચી, તો દુકાનદારે તેને ટોકી. ત્યારબાદ આ મહિલાએ પોતાના કપડા ઉતારીને તેનો જ માસ્ક બનાવવા લાગી.
આ ઘટના આર્જેન્ટીનાના મંડોઝાની છે. 'ધ સન'ના અહેવાલ મુજબ, આ ઘટના આઈસ્ક્રીમ પાર્લરમાં બની હતી. એટલું જ નહીં, આ ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ અને હવે તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક લોકો અને બાળકો આઈસ્ક્રીમ ખરીદવા આઈસ્ક્રીમની દુકાને આવ્યા હતા. આ દરમિયાન અચાનક એક મહિલા આવી, આ મહિલાએ માસ્ક પહેર્યું નહોતુ તેથી દુકાનદાર માસ્ક માટે તેને ટોકી હતી.
જ્યારે દુકાનદારે મહિલાને માસ્ક માટે ટોકી તો મહિલા તરત જ ગુસ્સે થઈ ગઈ અને તેણે તરત જ પોતાનો ડ્રેસ ઉતારી લીધો અને માસ્કની જેમ ચહેરા પર ડ્રેસ બાંધવા લાગી. આ નજારો જોઈને ત્યાં ઊભેલા તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તે ગુસ્સામાં દુકાનદારને કંઈક કહી પણ રહી હતી. જ્યારે દુકાનદારે મહિલાને યોગ્ય માસ્ક પહેરીને આવવાનું કહ્યું ત્યારે તે ક્ષણવારમાં જ દુકાનની બહાર નીકળી ગઈ હતી.
આ ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે મહિલા સાથે અન્ય કેટલાક લોકો પણ હતા અને તે એ લોકો માટે આઈસ્ક્રીમ લેવા આવી હતી. આ પ્રકારનો મામલો પહેલીવાર સામે નથી આવ્યો. હાલ તો તમે અહી જુઓ મહિલાનો વાયરલ વીડિયો.