ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (11:35 IST)

New Covid Variant France: વેક્સીનને પણ આપી શકે છે માત, અત્યાર સુધી મળેલા બધા વૈરિએંટથી અલગ

કોઈપણ વાયરસની ગંભીરતા તેના થનારા મ્યુટેશનના આધાર પર નક્કી કરવામાં આવે છે અને કોરોનાનો જે નવો વૈરિએંટ ફ્રાંસમાં મળ્યો છે તેમા 46 મ્યુટેશન જોવા મળી રહ્યા છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે આ નવો વૈરિએંટ ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. જો કે હાલ તેના પર શોધ થવી બાકી છે. શરૂઆતી આંકડાઓમાં જાણ થઈ છે કે આ નવા વરિએંટની હાલ વધુ સંક્રમણ દર નથી. વૈજ્ઞાનિકોને ચિંતા એ વાતની છે કે નવો વૈરિએંટ ફ્રાંસની સીમાની બહાર બ્રિટનમાં પ્રવેશ કરી શકે છે. જો કે અત્યાર સુધી તેની ચોખવટ થઈ નથી.
 
અત્યાર સુધી મળ્યા વૈરિએંટથી ખૂબ જુદા છે  B.1.640.2. કોરોનાના અત્યાર સુધી જેટલા પણ વૈરિએંટ સામે આવ્યા છે. એ બધામાં આ વૈરિએંટ ખૂબ જુદો છે. કારણ કે વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી  B.1.640.2.માં એવુ કશુ પણ મળ્યુ નથી જે અત્યાર સુધી સામે આવેલા વૈરિએંટમાં હોય. આ વૈરિએંટમાં અસામાન્ય સંયોજન જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે નવુ વૈરિએંટ અનેક આનુવાંશિક પરિવર્તનોને બતાવે છે. તેની શોધ મેડિટટરેની ઈફ્કેશન યૂનિવર્સિટી હોસ્પિટલ ઈસ્ટીટ્યુટે કરી છે. પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની તરફથી અત્યાર સુધી નવા વૈરિએંટ પર કોઈ પણ તપાસ શરૂ કરવામાં આવી નથી.