શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 3 જાન્યુઆરી 2022 (15:44 IST)

Explained: અમેરિકામાં આકાશમાંથી કેમ પડી માછલીઓ, શુ હોય છે એનિમલ રેન જેમા જલીય જીવોનો થાય છે વર સાદ

ટેક્સાસ (અમેરિકા) ન આ એક શહેરમાં વરસાદ દરમિયાન આકાશમાંથી માછલીઓ પડવાનો મામલો સામે આવ્યો છે. તેમા દુર્લભ ઘટનાને એનિમલ રેન કહે છે.  આ ઘટના બુધવારે ટેક્સરકાના શહેરમાં બની. અહી આવેલ તોફાન પછી લોકોને રસ્તા પર માછલીઓ પડેલી મળી. થોડા થોડા અંતરે માછલીઓને જોઈને શહેરના લોકો હેરાન થઈ ગયા. આ  દુર્લભ ઘટનાને એનિમલ રેન કહેવામા આવે છે.  આ ઘટના બુધવારે ટેક્સરકાના શહેરમાં થઈ.  અહી આવેલા વાવાઝોડા પછી લોકોને રસ્તાઓ પર માછલીઓ પડેલી જોવા મળી.  થોડા થોડા અંતરે માછલીઓને જોઈને લોકો નવાઈ પામ્યા. તેમના મનમાં એક જ  સવાલ હતો કે આટલી માછલીઓ અહી પહોંચી કેવી રીતે. 
 
શહેરના લોકોએ તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ઘટના વિશે માહિતી આપતા ટેક્સરકાના શહેરના સત્તાવાર પૃષ્ઠ પર પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે 2021 તમામ ગેમ બતાવી રહ્યું છે… માછલીઓનો વરસાદ અને… આ કોઈ મજાક નથી.”

આ ઘટના પછી લોકો આશ્ચર્યમાં છે, પરંતુ વિજ્ઞાનની દૃષ્ટિએ આ શક્ય છે. આ પહેલા પણ દુનિયાના અલગ-અલગ દેશોમાં આ ઘટના બની ચૂકી છે. વિજ્ઞાનની ભાષામાં એને એનિમલ વરસાદ કહે છે.
 
શુ હોય છે એનિમલ રેઈન?
 
નેશનલ જિયોગ્રાફિકના અહેવાલ મુજબ, પ્રાણીઓના વરસાદની ઘટના એટલે કે આકાશમાંથી જીવો પડવાની ઘટના જ્યારે ટોર્નેડો આવે છે ત્યારે થાય છે. વિજ્ઞાનની ભાષામાં તેને વોટર સ્પ્રાઉટ્સ કહે છે. તે ટોર્નેડોનો એક પ્રકાર છે જે તળાવ અને ઝીલ જેવા પાણીના અમુક ભાગમાં રચાય છે. આ ટોર્નેડોમાં એવું ચક્રવાત બને છે જે હવા, પાણી અને પાણીમાં રહેલી વસ્તુઓને ખેંચી લે છે.
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જેમ જેમ આ ટોર્નેડો શક્તિશાળી બને છે, તે નાના જીવોને ખેંચી લે છે. અ ને  જમીન તરફ આગળ વધે છે. જ્યારે વાવાઝોડાની ગતિ ઓછી થાય છે, ત્યારે તેમાં રહેલા જીવો જમીન પર પડવા લાગે છે. અમેરિકામાં જમીન પર પડેલી માછલી આનું ઉદાહરણ છે.
 
જો કે કેટલાક લોકો માને છે કે આ પ્રાણીઓ ખરેખર આકાશમાંથી પડ્યા છે, જ્યારે કેટલાક માનવા તૈયાર નથી કે જીવો તેમના શહેરની આસપાસના છે.
 
 
દુનિયામાં આ પહેલો કિસ્સો નથી
 
ટેક્સાસના કોઈ શહેરમાં બનેલી આ દુનિયાની પહેલી ઘટના નથી. તેનો સૌથી પ્રખ્યાત કિસ્સો 1861માં સિંગાપુરમાં સામે આવ્યો હતો. જ્યારે ત્રણ દિવસથી સતત વરસાદના કારણે માર્ગો પર માછલીઓ જોવા મળી હતી. જો આપણે ઈતિહાસ પર નજર કરીએ તો, પ્રથમ સદીમાં રોમન પ્રકૃતિવાદી પ્લિની ધ એલ્ડર દ્વારા આકાશમાંથી જીવોના વરસાદની ઘટનાની નોંધ લેવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવે છે કે વર્ષ 1794 માં, ફ્રાન્સના લિલી શહેરમાં, એક ફ્રેન્ચ સૈનિકે તોફાન દરમિયાન ભારે વરસાદ સાથે આકાશમાંથી દેડકાને પડતા જોયા હતા.
 
શહેરના લોકોએ ટ્વીટર પર શેયર કર્યો વીડિયો 
 
અમેરિકામાં બનેલી ઘટનાને લઈને સોશિયલ મીડિયા યુઝર બે ભાગમાં વહેચાય ગયા છે. એક સમુહનુ કહેવુ છે કે વિજ્ઞાનની દ્રષ્ટિએઆ શક્ય છે. બીજી બાજુ બીજો સમૂહ આ ઘટનાને માનવા માટે ગંભીર નથી.