સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 23 ઑગસ્ટ 2021 (19:31 IST)

પ્રેગનેંટ મહિલા જેવો દેખાવવા માંગી રહ્યો હતો આ વ્યક્તિ, થઈ ગઈ આવી હાલત

લોકો અનેકવાર બીજાની નકલ કર છે અને નકલ કરવાના ચક્કરમાં નુકશાન ઉઠાવી લે છે. પરંતુ એક વ્યક્તિએ નકલ કરવાની બધી હદ પાર કરી નાખી. આ વ્યક્તિને એવુ સૂજ્યુ કે તે કોઈ પ્રેગનેટ મહિલા જેવો દેખાય. ત્યારબાદ તેને નક્કી કર્યુ કે તે એક દિવસ માટે પ્રેગનેંટ જેવો દેખાશે ભલે એ માટે તેને કશુ પણ કરવુ પડે. જો કે તેનો આ દાવ ઉંઘો પડ્યો અને તે પથારીમાંથી ઉઠી પણ ન શક્યો. 
 
વાત એમ છે કે  'ધ મિરર'ના એક અહેવાલ મુજબ, આ વ્યક્તિનું નામ મેટલેન્ડ હેનલી છે. આ વ્યક્તિ માત્ર 24 કલાક માટે ગર્ભવતી રહેવા માંગતો હતો. પણ થોડા કલાકોમાં તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. જેવી એ વ્યક્તિએ ભારે વસ્તુ પેટ પર બાંધીને ઉઠવાની કોશિશ કરી તો તે પથારીમાંથી હલી પણ ન શક્યો. તેણે પ્રેગનેંટ દેખાવવા માટે  પેટ પર મોટું તરબૂચ બાંધી દીધું હતું.
 
રિપોર્ટ અનુસાર, મેટલેન્ડ હેનલી એક સામાજિક ઈંફ્લુએંજર છે. તેનો વિચાર હતો કે તે એક સગર્ભા સ્ત્રીની પીડાને સમજવાનો પ્રયત્ન કરે, આ માટે તેણે એક તરબૂચ મંગાવ્યું અને તેને પેટ પર બાંધી દીધું. મેટલેન્ડે સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સી ટ્રાયલનો વીડિયો પણ શેયર કર્યો છે. ક્લિપમાં, મેટલેન્ડ બેડ પર પડેલો છે. તેણે તેના પેટ પર એક મોટું તરબૂચ લપેટ્યું છે.
 
એટલું જ નહીં, મેટલેન્ડ એ પણ જોવા માંગતો હતો કે તે કેટલા સમય સુધી આ તરબૂચનો ભાર ઉઠાવી શકે છે. મેટલેન્ડની આ ટ્રાયલ આખા દિવસ માટે હતી. શરૂઆતમાં તેને લાગ્યુ કે તેને આવુ કરવામાં કોઈ મુશ્કેલી લાગી રહી નથી. પરંતુ જેવુ તેણે શરીરને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કર્યો તે પથારીમાંથી ઉઠી જ ન શક્યો. છેવટે તેણે સ્વીકાર્યું કે ગર્ભવતી થવું સહેલું નથી.
 
 તેણે પોતાની ચેનલ પર આ વીડિયો શેર કર્યો અને તે વાયરલ થઈ ગયો. તેણે એવુ ચોક્કસ કહ્યું કે તે માત્ર મનોરંજન માટે આવુ કરી રહ્યો છે. પરંતુ યુઝર્સે તેના આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. કેટલાક તેને સારું કહી રહ્યા છે અને કેટલાક તેની મજાક પણ ઉડાવી રહ્યા છે.