રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 23 ઑગસ્ટ 2021 (14:27 IST)

કેટલા ક્રૂર છે Talibanના આતંકી, યુવતીઓની ડેડબોડી સાથે પણ કરે છે દુષ્કર્મ

તાલિબાન (Talibanનો ક્રૂર ચેહરો સામે આવી ચુક્યો છે. આતંકી (Terrorists) ક્રૂર છે આ વાત સાબિત થઈ ચુકી છે. અફગાનિસ્તાન (Afghanistan) થી ભારત પહોચેલી મહિલા મુસ્કાને તાલિબાની આતંકવાદીઓની પોલ ખોલી નાખી છે. તેણે જણાવ્યુ કે તાલિબાની આતંકી યુવતીઓની ડેડબોડી સાથે પણ રેપ (Taliban Had Sex With Dead Bodies) કરે છે. તેમની પાસે તો માણસાઈની અપેક્ષા પણ કરી શકાતી નથી. અફગાનિસ્તાનની મહિલાઓ ખૂબ મોટા સંકટમાં છે. 
 
તાલિબાનીઓએ મૃતદેહ પર કર્યો રેપ 
 
એક ખાનગી ચેનલને આપેલ ઈન્ટરવ્યુમાં મુસ્કાને કહ્યું કે તે ડેડબોડી પર પણ બળાત્કાર કરે છે. છોકરી જીવતી છે કે મરી ગઈ તેમની તેમને પરવા નથી. આ લોકો પર કોઈ વિશ્વાસ ન કરી શકાય. તેઓ ઉઠાવીને લઈ જાય છે અથવા તો પછી માથામાં ગોળી મારી દે છે.  જે રીતે ગઈકાલે એક  યુવતીને ઉઠાવીને લઈ ગયા. આ તો માત્ર શરૂઆત છે. તેઓ ઘણુ બધુ કરે છે.
 
આવું તાલિબાનીઓનુ ચરિત્ર 
 
તેણે આગળ કહ્યું કે તે લોકો ઈચ્છે છે કે તેમને દરેક ઘરમાંથી એક છોકરી મળે. તેઓ 10-12 વર્ષની છોકરીઓને પણ ઉપાડીને લઈ જાય છે. તેઓ મીડિયા સમક્ષ ખોટું બોલી રહ્યા છે કે અમે બદલાઈ ગયા છીએ. આ માત્ર એક બનાવટીપણુ છે. તે છોકરીઓને દવાઓ આપતા હતા, બેહોશ કરતા પછી તેને પોતાના તાબુતમાં રાખતા અને ડેડબોડીને પાકિસ્તાન તરફ લઈ જતા.  જ્યારે અમે ત્યા હતા તો અમને ખૂબ ધમકીઓ મળતી હતી.

તાલિબાનીઓએ માંગી યુવતીઓની લિસ્ટ 
 
આ પહેલા એવું જણાવાયું હતું કે તાલિબાન આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં તેમના કબજા હેઠળના વિસ્તારોના મૌલવીઓ પાસેથી 12 વર્ષથી વધુની તમામ છોકરીઓનુ લિસ્ટ માંગ્યુ હતુ. તાલિબાનીઓનું કહેવું છે કે તેઓ ઇચ્છે છે કે આ છોકરીઓ તેમના આતંકવાદીઓ સાથે લગ્ન કરે. પરંતુ હકીકત તો એ છે કે તેઓ આ છોકરીઓને પોતાની ગુલામ તરીકે રાખવા માંગે છે અને જેથી તેઓ જ્યારે પણ ઇચ્છે ત્યારે છોકરીઓ સાથે શારીરિક સંબંધ બનાવી શકે.

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે એક મહિલાને તાલિબાની આતંકવાદીઓએ માત્ર એટલા માટે સળગાવીને મારી નાખી કારણ કે તેણે સ્વાદિષ્ટ  ભોજન નહોતુ બનાવ્યુ.