શુક્રવાર, 4 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 28 માર્ચ 2025 (15:45 IST)

Videos and Photos : મ્યાંમારમાં 7.7 તીવ્રતાના ભૂકંપથી કંપી ધરતી, મંદિર-મસ્જિદ થયા ધ્વસ્ત, અનેક લોકો લાપતા, મોદીએ વ્યક્ત કર્યો શોક

Earthquake
Earthquake
Myanmar And Thailand Earthquake: મ્યાંમારમા શુક્રવારે જોરદાર ભૂકંપના ઝટકાથી ધરતી કાંપી ઉઠી. આ ઝટકો એટલો જોરદાર હતો કે થાઈલેંડની રાજધાની બેંકૉકમાં પણ તેને અનુભવાયો.  ભૂકંપનુ કેન્દ્દ્ર મ્યાંમારનુ Sagaing રહ્યુ. ભૂકંપના ઝટકાને કારણે મ્યાંમારના માંડલેયમા ઈરાવડી નદી પર કથિત રૂપે લોકપ્રિય એવા બ્રિજ (Ava Bridge) પડી ગયો. નેશનલ સેંટર ફોર સીસ્મોલૉજીના મુજબ રિક્ટર માપદંડ પર ભૂકંપના ઝટકાની તીવ્રતા 7.7 જ્યારે કે બીજાની 7.0 રહી.  

બૈકૉકમાં તબાહીની તસ્વીર 
થાઈલેંડની રાજધાની બૈકોકમાં નિર્માણાધીન બિલ્ડિંગ ઢસડી પડવાની પહેલી તસ્વીર સામે આવી છે. ઓછામાં ઓછા 43 નિર્માણ મજૂરો લાપતા છે. 
- ટ્રેન પણ હલવા માંડી 
થાઈલેંડના અનેક ભાગમાં ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા છે. ભૂકંપના દરમિયાન ટ્રેન પણ હલવા માંડી. 

- ગભરાયા લોકો 
સોશિયલ મીડિયા પર જે પ્રકારનો વીડિયો જોવા મળી રહ્યો છે તેમા લોકો બૂમો પાડતા ભાગી રહ્યા છે. રસ્તા પર લોકોની ભીડ જોવા મળી રહી છે.  


ધ્વસ્ત થઈ ઈમારત 
બેંકોકમાં ભૂકંપ આવવાથી એક નિર્માણાધીન ઊંચી બિલ્ડિંગ પડી ગઈ. બિલ્ડિંગ માટીના ગુબ્બાર વચ્ચે ધ્વસ્ત થતી જોવા મળી. લોકો બૂમો પાડતા ભાગી રહ્યા છે. 


પીએમ મોદીએ વ્યક્તિ કરી ચિંતા, દરેક શક્ય મદદ માટે તૈયાર છે ભારત 
પીએમ મોદીએ કહ્યુ કે મ્યાંમાર અને થાઈલેંડમાં ભૂકંપ પછીની સ્થિતિથી ચિંતિત છુ. બધાની સુરક્ષા અને ખુશહાલી માટે પ્રાર્થના કરુ છુ. ભારત દરેક શક્ય મદદ માટે તૈયાર છે. આ સંબંધમાં અમે અમારા અધિકારીઓને તૈયાર રહેવાનુ કહ્યુ છે. સાથે જ વિદેશ મંત્રાલયને મ્યાંમાર અને થાઈલેંડની સરકારો સાથે સંપર્કમાં રહેવાનુ કહ્યુ છે.