શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 25 મે 2018 (10:48 IST)

OMG: પ્રેમમાં પાગલ બોયફ્રેંડે ગર્લફેંડને આપ્યો 35,70,000નો ગુલદસ્તો !

પ્રેમમાં લોકો પાગલ થઈ જાય છે એ તો સાંભળ્યુ છે પણ આજે જોઈ પણ લીધુ. આ કહેવત ચીનમાં રહેનારા એક વ્યક્તિને પૂરી રીતે સૂટ કરે છે. ચીનની આ વ્યક્તિ પોતાની ગર્લફ્રેંડને ખુશ કરવાના ચક્કરમાં એક એવુ આશ્ચર્યજનક કારનામુ કરી નાખ્યુ કે આખુ ચીન તેની આ હરકતને જોઈને સુન્ન રહી ગયુ.  ચીનના ચીંગફિંગ શહેરમાં એક ફૈંસી હોટલમાં એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેંડના જન્મદિવસ પર ગિફ્ટના રૂપમાં એક એવો ગુલદસ્તો આપ્યો છે જે કે નોટોથી બનેલો છે. 
 
આ ગુલદસ્તામાં ક્યાય પણ ફુલ જોવા મળી રહ્યુ નથી કારણ કે આ ગુલદસ્તાને ફક્ત અને ફક્ત નોટોથી બનાવ્યુ છે. આ નોટથી બનેલ ગુલદસ્તાને બનાવવામાં 330,000 યુઆન (લગભગ 35,70,000)રૂપિયાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.  આ વિશેષ ગુલદસ્તાને બનાવવા માટે લગભગ સાત કર્મચારીઓને બોલાવાયા હતા. જેમણે આ ગુલદસ્તો 10 કલાક લગાવીને તૈયાર કર્યો હતો. એવુ કહેવાય રહ્યુ છે કે મહિલાનો જન્મદિવસ 16મે ના રોજ હતો અને આ વ્યક્તિ મહિલાને આ અવસર પર ગુલદસ્તો આપવા માંગતો હતો. 
 
આ નોટથી બનેલા ગુલદસ્તાએ ચીનમાં હલચલ મચાવી દીધી છે. ચીનના પીપુલ્સ બેંકના એક પ્રતિનિધે કહ્યુ છે કે આ વ્યક્તિએ ચીનની મુદ્રાને નુકશાન પહોંચાડ્યુ છે અને ચીનનો કાયદો પણ તોડ્યો છે.