બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 12 માર્ચ 2018 (10:58 IST)

મહારાષ્ટ્ર : 35000 ખેડૂત મુંબઈમાં, જાણો આ પ્રદર્શન સાથે જોડાયેલ 10 મહત્વપૂર્ણ વાતો

નાસિકથી શરૂ થયેલ ખેડૂતોની 200 કિલોમીટરની પગપાળા યાત્રા રવિવારે મુંબઈ પહોંચી ચુકી છે. ખેડૂતોએ આજે મહારાષ્ટ્ર વિધાનસભાને ઘેરવાનુ એલાન કર્યુ છે. શિવસેના એમએનએસ અને કોંગ્રેસે પણ ખેડૂતોનું સમર્થન કર્યુ છે. મોરચાએ મુંબઈ પહોંચતા શિવસેનાની તરફથી આદિત્ય ઠાકરેએ ખેડૂતોએન સંબોધિત કર્યા. 
 
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના અખિલ ભારતીય ખેડૂતની સભાની આગેવાનીમાં આ વિરોધ માર્ચ મંગળવારે નાસિકથી શરૂ થયો હતો અને મુંબઈ માટે નીકળ્યો હતો.  આ માર્ચ દ્વારા ખેડૂતો પોતાની અનેક માંગોને મુકી રહ્યા છે. ખેડૂતો મુજબ ફડણવીસ સરકારે ગયા વર્ષે 34000 કરોડના કર્જ માફીનુ વચન આપ્યુ હતુ જે હજુ સુધી પુર્ણ થયુ નથી. 
આ પ્રદર્શન  સાથે જોડાયેલ 10 વાતો.. 
 
1. સરકારે ખેડૂતોએન વાત કરવા માટે કેબિનેટ મંત્રી ગિરીશ મહાજનને મોકલ્યા. મંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપ્યુ કે સરકાર ખેડૂતોની માંગોને લઈને સકારાત્મક છે. મહાજને આ મુલાકાત પછી કહ્યુ કે સોમવારે મુખ્યમંત્રી સાથે ખેડૂતોની મુલાકાત થવાની છે. ખેડૂતોના પ્રમુખ અને કાર્યકારણી સભ્ય મુખ્યમંત્રીને મળશે અને મને લાગે છે કે બંને પક્ષ એક સકારાત્મક મત પર રાજી થશે. સાથે જ ખેડૂતોની સમસ્યાનો હલ નીકળશે. 
 
2. સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે તેઓ ખેડૂતોને મળીને દરેક માંગ માનવા તૈયાર છે. જ્યારે કે ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે સરકાર ખેડૂતો સાથે વાત કરી ફક્ત પોતાની છબિ સુધારવાની કોશિશ કરી રહી છે. 
 
3. પ્રદેશના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ અમે તેમને વાત કરીશુ અને અનેક મુદ્દાને ઉકેલશુ.  સરકાર તેમની માંગને લઈને સકારાત્મક છે. મોટાભાગના આંદોલનકારી આદિવાસી છે અને તેમની મુખ્ય માંગ વન ભૂમિ પર અધિકાર છે. 
 
4. સાથે જ મુખ્યમંત્રીએ આંદોલન કરી રહેલ ખેડૂતોએન શહેરમાં વાહનવ્યવ્હારમાં અવરોધ ન પહોંચાડવાની અપીલ કરી જેથી શહેરમાં દસમા ઘોરણની પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર જવામાં પરેશાની ન થાય. 
5. ખેડૂતોના વિરોધ પ્રદર્શનને જોતા મહારાષ્ટ્રના શિક્ષા મંત્રી વિનોદ તાવડેએ મુંબઈમાં દસમા બોર્ડની પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સોમવારે પરીક્ષા કેન્દ્દ્રો પર જલ્દી પહોંચવાને પણ સલાહ આપી છે. 
 
6. બીજી બાજુ ઓલ ઈંડિયા ખેડૂત સભાના સભ્ય ડો. આર રામકુમાર મુજબ સરકારે આ સ્વીકર કરી લીધુ છે કે તેમની નીતિયો ખોટી છે. જેના કારણે ખેડૂત સંકટમાં છે અને બીજી વાત લોકો ખેડૂતો સાથે જોડાઈને ફક્ત પોતાનુ નામ બનાવવા માંગે છે. 
 
7. રવિવારે મુંબઈ પહોંચ્યા પછી ખેડૂત સાયનના સોમૈયા મેદાનમાં રોકાયા. બીજેપીની છોડીને લગભગ દરેક પાર્ટીએ ખેડૂતોના પ્રદર્શનનુ સમર્થન કર્યુ છે. 
 
8. જન કિસાન આંદોલનના યોગેન્દ્ર યાદવ કહે છે કે ખેડૂતોની માંગ એ જ છે જેનુ વચન ફડણવીસ સરકારે કર્યુ છે. કર્જ માફી  પાકનો યોગ્ય અને ન્યૂનતમ ભાવ અને દલિત સમુહના લોકોને આપેલ જમીનનો પટ્ટો આપવો. મહારાષ્ટ્ર સરકારના જ વચન છે. 
 
9. ખેડૂતોનો વિરોધ જુદા જુદા રાજ્યોમાં પણ જોવા મળી રહ્યા છે. પછી ભલે હરિયાણા વિધાનસભાનો ઘેરાવ હોય કે તમિલનાડુના ખેડૂતોનુ દિલ્હીના જંતર-મંતર પર ચાલેલ લાંબુ વિરુધ પ્રદર્શન. 
 
10. એવુ બતાવાય રહ્યુ છે કે આજે બપોરે 2 વાગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ખેડૂતોના પ્રતિનિધિમંડળને મળી શકે છે.