શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (12:42 IST)

જેવા ઈમરાન તેવા સાંસદ - 49 વર્ષના પાકિસ્તાની એમપીના ત્રીજા લગ્ન, આ વખતે દુલ્હન બની 18 વર્ષની સ્કુલ ગર્લ

પાકિસ્તાનની જાણીતી હસ્તિયોમાં સામ્લે ટીવી હોસ્ટ અને ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (PTI)ના સાંસદ આમિર લિયાકત ત્રીજા લગ્ન કરવા જઈ  રહ્યા છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાન પણ અત્યાર સુધી ત્રણ લગ્ન કરી ચુક્યા છે. ઈમરાને પોતાના સાંસદને આ લગ્ન પર ફોન દ્વારા શુભેચ્છા પાઠવી છે. 
 

 
પ્રધાનમત્રી  ઈમરાન ખાનના માર્ગ પર ચાલીને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સાંસદ આમિર લિયાકત હુસૈને ત્રીજી વખત લગ્ન કર્યા છે. આમિર લિયાકત હુસૈન 49 વર્ષનો છે અને તેની નવી પત્ની સઇદા દાનિયા શાહ માત્ર 18 વર્ષની છે. લિયાકત હુસૈન પાકિસ્તાનના ખૂબ જ લોકપ્રિય ટીવી સ્ટાર અને પાકિસ્તાન સંસદની નેશનલ એસેમ્બલીના સભ્ય છે. આ જાહેરાતના 24 કલાક પહેલા જ લિયાકતે તેની બીજી પત્ની સઈદા તોઈબા અનવરને તલાક આપી દીધા હતા.
 
પહેલી પત્નીને ફોન પર જ છૂટાછેડા આપી દીધા હતા
 
પાકિસ્તાની સાંસદે લોકોને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. આના 24 કલાક પહેલા સઈદા તુબા અનવરે એક પોસ્ટમાં લિયાકત હુસૈનથી છૂટાછેડાની જાહેરાત કરી હતી. તેણે જણાવ્યું કે તે છેલ્લા 14 મહિનાથી લિયાકતથી અલગ રહેતી હતી. સઈદા અનવરે કહ્યું કે પરસ્પર સંમતિ માટે કોઈ અવકાશ ન રાખ્યા બાદ મેં કોર્ટમાંથી છૂટાછેડા લીધા છે. છેલ્લા ઘણા દિવસોથી દાનિયા સાથેની પોતાની તસવીરો શેર કરીને લિયાકત સંકેત આપી રહ્યો હતો કે તેના જીવનમાં કોઈ આવવાનું છે.