1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 22 મે 2020 (16:54 IST)

કરાચી એરપોર્ટ નજીક પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું પ્લેન ક્રેશ, 90 લોકો સવાર હતા

કરાચીથી લોહાર જતી ફ્લાઈટ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે. શુક્રવારે આ ફ્લાઇટ જિન્ના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર અકસ્માતનો ભોગ  બની હતી. પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટીએ આ માહિતી આપી છે. પાકિસ્તાનનાં જિયો ન્યૂઝનાં ફૂટેજમાં ક્રેશની જગ્યાએ ધુમાડો ઉઠતો જોવા મળ્યો. અત્યારે કેટલા લોકોનાં મોત થયા તે વિશેની જાણકારી સામે આવી નથી.
 
ઓછામાં ઓછા 98 યાત્રીઓ વિમાનમાં હતા
 
કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં કોઈના પણ બચવાની સંભાવના નથી. લેન્ડિંગથી એક મિનિટ પહેલા જ પ્લેન દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. આમાં પ્લેનનાં ક્રૂ ઉપરાંત ઓછામાં ઓછા 98 યાત્રીઓ સવાર હતા. પીઆઈએનાં પ્રવક્તા અબ્દુલ સત્તારે દુર્ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે, ફ્લાઇટ A-320, 98 મુસાફરોને લઇને જઇ રહી હતી. વિમાન લાહોરથી કરાચી જઇ રહ્યું હતુ અને માલિરમાં મૉડલ કૉલોની પાસે ઝીણા ગાર્ડન વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. દુર્ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.
 
રાહત અને બચાવ કાર્ય ચાલું
 
એમ્બ્યુલન્સ અને અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પાકિસ્તાની મીડિયાનાં પ્રમાણે વિમાનનાં ઉતરવાની એક મિનિટ પહેલા જ તેનો સંપર્ક તૂટી ગયો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે વિમાનમાં 98 લોકો હતા. આમાંથી 85 ઇકૉનોમી અને 6 બિઝનેસ ક્લાસમાં સફર કરી રહ્યા હતા. પાકિસ્તાની સેના ક્વિક રિએક્શન ફૉર્સ અને પાકિસ્તાન રેન્જર્સનાં જવાનો દુર્ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેઓ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે.
 
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિમાનમાં 107 લોકો સવાર હતા. જેમાં 99 મુસાફરો અને ચાલકદળના આઠ સભ્યો સામેલ હતા.
 
પાકિસ્તાન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સનું આ વિમાન ઍરબસ A-320 PK8303 બપોર 1 વાગ્યે લાહોરથી રવાના થયું હતું. કરાચી ઍરપૉર્ટ પર લૅન્ડિંગ થવાના પહેલાં જ વિમાન મૉડલ કૉલોની નામના વિસ્તાર પર તૂટી પડ્યું. આ વિસ્તાર ઍરપૉર્ટને અડીને જ આવેલો છે. આ દુર્ઘટના બાદ રૅકર્ડ કરાયેલા વીડિયોમાં ગલીમાં ઊભેલી ગાડીઓ સળગતી જોઈ શકાય છે.
 
હવાઈ અકસ્માતના આંકડા એકઠા કરનારી સંસ્થા 'ઍરક્રાફ્ટ ક્રૅશ રૅકર્ડ ઑફિસ' અનુસાર, પાકિસ્તાનમાં અત્યાર સુધી 80થી વધુ વિમાનદુર્ઘટના ઘટી છે. જેમાં એક હજાર કરતાં વધુ લોકો માર્યા ગયા છે.
 
પાકિસ્તાનમાં સૌથી મોટો હવાઈ અકસ્માત 28 જુલાઈ, 2010ના રોજ થયો હતો.
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પાસે થયેલા આ અકસ્માતમાં 152 લોકો માર્યા ગયા હતા. 20 એપ્રિલ, 2012ના રોજ ઇસ્લામાબાદમાં જ વધુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં 127 લોકો માર્યા ગયા હતા.