1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ઈસ્લામાબાદ. , બુધવાર, 9 ડિસેમ્બર 2015 (18:12 IST)

દક્ષેસ શિખર સંમેલન માટે આવતા વર્ષે મોદી જશે પાકિસ્તાન !

પાકિસ્તાનના એક મુખ્ય ટીવી ચેનલે આજે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા વર્ષે થનારા દક્ષેસ શિખર સંમેલન માટે પાકિસ્તાનના પ્રવાસ પર જશે. મળતી માહિતી મુજબ એક ટીવી ચેનલે આ સમાચાર માટે ઈસ્લામાબાદમાં હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં ભાગ લેવા આવેલ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનો હવાલો આપ્યો. હાલ ભારતીય અધિકારીઓએ તેમના આ પ્રકારના કોઈ પણ નિવેદનથી ઈંકાર કર્યો છે. 
 
અધિકારીઓએ આ સ્પષ્ટ કર્યુ કે દક્ષેસ શિખર સંમેલનમાં ભાગ લેવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા ઉફા સંયુક્ત નિવેદનમાં દેખાઈ હતી. તેથી જુલાઈમાં રૂસના ઉફામાં એક દ્વિપક્ષીય બેઠક દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરીફે મોદીને સાર્ક શિખર સંમેલન માટે આમંત્રિત કર્યા હતા. દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન (દક્ષેસ)ની બેઠક આવતા વર્ષે પાકિસ્તાનમાં થવાની છે.