શુક્રવાર, 18 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 25 જાન્યુઆરી 2024 (11:59 IST)

સાઉદી પ્રિન્સનો ચોંકાવનારો નિર્ણય, પહેલીવાર ખુલશે દારૂની દુકાન

liquor gift city
- બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ પણ આ સ્ટોરમાંથી દારૂ ખરીદી શકશે કે નહીં
- સાઉદી અરેબિયામાં પ્રથમ દારૂની દુકાન 
- બિન-મુસ્લિમ રાજદ્વારીઓને જ દારૂ વેચવામાં આવશે
 
Saudi Arabia- સાઉદી અરેબિયામાં પ્રથમ દારૂની દુકાન ખુલવા જઈ રહી છે. રાજધાની રિયાધમાં ખુલવા જઈ રહેલા આ સ્ટોરમાં માત્ર બિન-મુસ્લિમ રાજદ્વારીઓને જ દારૂ વેચવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્ટોરમાંથી દારૂ ખરીદવા માટે ગ્રાહકોએ મોબાઈલ એપ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી તેમને વિદેશ મંત્રાલય તરફથી ક્લિયરન્સ કોડ મોકલવામાં આવશે.
 
જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ પણ આ સ્ટોરમાંથી દારૂ ખરીદી શકશે કે નહીં. તમને જણાવી દઈએ કે સાઉદીમાં લાખો બહારના લોકો રહે છે અને તેમાંથી મોટાભાગના એશિયા અને ઈજિપ્તના મુસ્લિમ કામદારો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટોર આગામી કેટલાક અઠવાડિયામાં ખુલી શકે છે.