ગુરુવાર, 25 જુલાઈ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 28 માર્ચ 2023 (10:29 IST)

અમેરિકાની એક સ્કૂલમાં ગોળીબાર, 3 બાળકો સહિત 6ના મોત, મહિલા હુમલાખોરનું મોત

Shooting in school
અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. સોમવારે એક મહિલા હુમલાખોરે નૈશવિલની એક પ્રાથમિક શાળામાં ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. નૈશવિલ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે 28 વર્ષની મહિલા શૂટરનું મોત થયું છે. જો કે આ ઘટના પાછળનું કારણ હજુ સુધી પોલીસ દ્વારા બહાર આવ્યું નથી. અધિકારીઓ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં ત્રણ બાળકો સહિત 6ના મોત થયા છે. જે શાળામાં આ ઘટના બની તે પ્રી સ્કૂલ હતી. તેમાં ભણતા તમામ બાળકોની ઉંમર 12 વર્ષથી ઓછી હતી.