1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: કરાંચી. , સોમવાર, 8 ઑગસ્ટ 2016 (12:04 IST)

હિઝબુલની ધમકી - કાશ્મીર માટે ભારત-પાક. વચ્ચે થઈ શકે છે ન્યૂક્લિયર વોર

આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન ચીફ સૈયદ સલાઉદ્દીને ગીધડ ધમકી આપતા કહ્યુ કે કાશ્મીરના મુદ્દા પર ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થઈ શકે છે.  સલાઉદ્દેને ભારતને આ ધમકી કરાંચીમા જમાત-એ-ઈસ્લામી નેતાઓની કાશ્મીર મુદ્દા પર થયેલ જોઈંટ ન્યુઝ કોંફ્રેંસ દરમિયાન આપી.  સલાઉદ્દીને કહ્યુ કે પાકિસ્તાનની ડ્યુટી છે કે કાશ્મીરમાં ચાલી રહેલ આઝાદીની લડાઈને તેઓ નૈતિક, રાજનીતિક સપોર્ટ આપે. જો પાકિસ્તાન પોતાનુ સમર્થન આપે છે તો બંને તાકતો વચ્ચે ન્યૂક્લિયર વોર થવાની શકયતાઓ છે. બંને દેશોની વચ્ચે યુદ્ધ પહેલા જ થઈ ચુક્યુ છે.  જેમાથી બે કાશ્મીરના મુદ્દા પર હતા. 
 
હિઝબુલ ચીફે કહ્યુ કે હુ ભારત-પાકિસ્તાન વચ્ચે ચોથા યુદ્ધની ભવિષ્યવાણી પણ કરી શકુ છુ. કારણ કે કાશ્મીરી કોઈપણ સ્થિતિમાં સમજૂતી કરવાના મૂડમાં નથી.  દુનિયા તેમને સપોર્ટ કરે કે ન કરે પાકિસ્તાન તેમનો સાથ આપે કે ન આપે. સંયુક્ત રાષ્ટ્ર પોતાનુ કર્તવ્ય નિભાવે કે ન નિભાવે. કાશ્મીરી પોતાના લોહીના અંતિમ ટીપુ બાકી રહેતા સુધી લડાઈ લડશે. તેમને કહ્યુ કે જો કાશ્મીરમાં ચાલી રહેલ હિંસા પર આંતરરાષ્ટ્રીય સમુહે પોતાનું ધ્યાન કેન્દ્રીત ન કર્યુ તો બંને તરફથી કાશ્મીરી બધી વસ્તુઓ પોતાના હાથમાં લેવા મજબૂર થઈ જશે.  ગયા અઠવાડિયે રાજનાથ સિંહ જ્યારે સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે ઈસ્લામાબાદ ગયા હતા તો સૈયદ સલાઉદ્દીનની આગેવાનીમાં રાજનાથ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.