શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 5 ડિસેમ્બર 2022 (15:00 IST)

રૂસની આ કરોડપતિ મહિલાએ સાચો પ્રેમ મેળવવા માટે આખા શહેરમાં લગાવ્યા પોસ્ટર

રૂસમાં એક મહિલાએ સાચો પ્રેમ મેળવવા માટે બેનર લગાવ્યા છે. તેનુ કહેવુ છે કે પુતિનને કારણે તેના લગ્ન થઈ શકતા નથી. આ મહિલાની વય 26 વર્ષ છે અને મારિયા મોલોનોવા નામ છે. મારિયા ડેટિંગ એપ્સનો ઉપયોગ નથી કરી શકતી. તે ઉલાન-ઉડે શહેરની રહેનારી છે. મારિયા બે બાળકોની મા પણ છે. તેણે આ આશાથી શહેરના અનેક વ્યસ્ત ચાર રસ્તા પર બિલબોર્ડ લગાવ્યા છે. કે તેને ખુદને માટે એક પતિ મળી શકે. 
 
તેણે બિલબોર્ડમાં QR કોડ પણ લગાવ્યો છે. આમાં જે પણ તેના પતિ બનવા માંગે છે, તેણે પ્રશ્નોના જવાબ આપવા પડશે, જેથી તે તેનું મૂલ્યાંકન કરી શકે. જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે, 'કરોડપતિ લેડી પતિની શોધમાં છે'. પરંતુ તમારા મનમાં એક પ્રશ્ન આવી રહ્યો હશે કે તે કોઈ ડેટિંગ એપનો ઉપયોગ કેમ નથી કરી શકતી. હકીકતમાં, જ્યારથી પુતિને યુક્રેન પર આક્રમણ કર્યું છે, ત્યારથી રશિયનો માટે ટિન્ડર સહિતની તમામ ડેટિંગ એપ્સનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો છે.
 
ઈંસ્ટાગ્રામ પર રહે છે એક્ટિવ 
 
એક સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં મારિયાએ કહ્યું, 'ડેટિંગ એપ્લીકેશન્સ રશિયા છોડી ચુક્યા છે અને મારી પાસે મારા જીવનસાથીને શોધવા માટે કંઈ નથી અને હું ખરેખર લગ્ન કરવા માંગુ છું.' મારિયા ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. તેના 22,000 થી વધુ ફોલોઅર્સ છે. તેણીની જાહેરાતે કથિત રીતે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે, પરંતુ તેણે  જાહેર કર્યું નથી કે તેને કોઈ  જીવનસાથી મળ્યો છે કે નહીં.
 
આખા શહેરમાં લગાવ્યા છે બેનર 
 
બૈકલ ડેઈલી ન્યૂઝ આઉટલેટ સાથે વાત કરતાં મારિયાએ કહ્યું, 'જે લોકો મારું ઈન્સ્ટાગ્રામ વાંચે છે તેઓ જાણે છે કે હું જીવનમાં કંઈપણ કરી શકું છું. પરંતુ સંબંધો નથી બાંધી શકતી.  ડેટિંગ સાઇટ્સ પર સંબંધો બાંધવાનું શક્ય હતું, પરંતુ તે  હવે રશિયામાં ચાલતા નથી. તેથી મને માત્ર બેસી રહીને પતિની રાહ જોવામાં રસ નથી. તેણે કહ્યુ  'હું આખા શહેરમાં બેનરો લગાવવા માંગુ છું અને જો હું નસીબદાર હોઈશ તો હું ખરેખર સાચા પ્રેમને મેળવીશ.