શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 1 ડિસેમ્બર 2022 (15:56 IST)

Video: લાઈવ સ્ટ્રીમ દરમિયાન મુંબઈના રસ્તા પર કોરિયાઈ મહિલા YouTuber ની છેડતી, 2 ની ધરપકડ

Woman Youtuber Harassed
twitter
Woman Youtuber Harassed: દક્ષિણ કોરિયાની એક મહિલા YouTuberને તેના ઓનલાઈન લાઈવ સ્ટ્રીમ દરમિયાન મુંબઈની શેરીઓમાં એક વ્યક્તિ દ્વારા હેરાન કરવામાં આવી હતી. મંગળવારે રાત્રે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 
ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આરોપીએ યુટ્યુબરનો હાથ પકડીને પરેશાન કર્યો, તેમજ તે લાઈવ હતો ત્યારે તેને કિસ કરવાનો પ્રયાસ કર્યો.

 
કોરિયન મહિલા મ્યોચીએ પણ તેના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો અને લખ્યું, “ગઈ રાત્રે લાઈવ સ્ટ્રીમ દરમિયાન એક છોકરાએ મને હેરાન કર્યો.
 
હાથ પકડીને છેડખાની કરવાની કરી કોશિશ 
 
1 મિનિટના લાંબા વીડિયોમાં આરોપી મહિલા યુટ્યુબરનો હાથ પકડીને તેને લિફ્ટ આપતો જોઈ શકાય છે. આ દરમિયાન મહિલા તેનો વિરોધ કરે છે. જ્યારે મહિલાએ બેસવાની ના પાડી તો આરોપીએ તેના ગળામાં હાથ મુક્યો અને તેના ગાલ પર ચુંબન કરવાનો પ્રયાસ કર્યો.
 
મહિલા લાઈવ સ્ટ્રીમ પર પોતાના ઘરે જવાનો સમય થઈ ગયો છે તેમ કહીને ચાલવા માંડે છે. જોકે, આરોપી એક અન્ય વ્યક્તિ સાથે સ્કૂટી પર તેની પીછો કર્યો અને ફરીથી લિફ્ટની ઓફર કરી. આ પછી મહિલા કહે છે કે તેનું ઘર નજીકમાં છે, તે જાતે જ જતી રહેશે. 
 
મુંબઈ પોલીસે કહ્યું- બે આરોપીઓની કરી ધરપકડ
 
વીડિયો શેર થયા બાદ તરત જ મુંબઈ પોલીસે મહિલાના વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી. મુંબઈ પોલીસે ટ્વિટર પર લખ્યું, “અમે તમને ફોલો કર્યા છે. મહેરબાની કરીને તમારો સંપર્ક નંબર DM માં શેર કરો.
 
ખાર પોલીસે આરોપીઓની ઓળખ મોબીન ચંદ મોહમ્મદ શેખ (19) અને મોહમ્મદ નકીબ સદરિયાલમ અંસારી (20) તરીકે કરી છે.