શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (17:07 IST)

પાટા વગરની ટ્રેન- see Video

પાટા વગરની ટ્રેન 
નમસ્કાર વેબદુનિયા ગુજરાતીના જ્યોતિષ લાઈવમાં આપનુ સ્વાગત છે.. મિત્રો શુ તમે ક્યારેય પાટા વગરની ટ્રેન જોઈ છે..  જે પાટા પર નહી ચાલે... નવાઈ પામી ગયાને તમે.. પણ ટૂંક સમયમાં જ તમને આવી ટ્રેન જોવા મળશે..  ચીને પહેલીવાર પાટા વગર પ્રથમ સ્માર્ટ ટ્રેનને ચલાવીને નવો રેકોર્ડ બનાવીને દુનિયાને ચોંકાવી દીધી છે.  ફ્યૂચર ટ્રેન ચલાવવાના મામલે ચીન પ્રથમ દેશ બની ગયો છે.  ઉલ્લેખનીય છે કે આ ટ્રેન કોઈપણ ટ્રેક વગર દોડશે. ચીનની આ પ્રથમ સ્માર્ટ ટ્રેન એક વર્ચુઅલ રેલ લાઈન પર ચાલશે.. આ લાઈંસને ચાઈનાના રોડ પર પાથરવામાં આવશે..  ચીનના ઝૂજો શહેરમાં તેને તૈયાર કરવામાં આવી છે અને અહી તેનુ પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યુ છે.. આ પરંપરાગત ટ્રેનની તુલનામાં જુદી હશે.. અને એકવારમાં 300 મુસાફરોને લઈ જવામાં સક્ષમ રહેશે. 
 
ટ્રેનની ગતિ પણ 70 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ટ્રેનની વિશેષતા એ છે કે તેમા ત્રણ કોચ તૈયાર કરવામાં આવ્યા છે. તેને પરસ્પર મેટ્રોની જેમ જોડવામાં આવ્યા છે. જેનાથી સ્માર્ટ ટ્રેનની અંદર પણ મુસાફરો એક કોચમાંથી બીજા કોચમાં જઈ શકે છે.  આ સ્માર્ટ ટ્રેન ભવિષ્યનું ટ્રાંસપોર્ટ બતાવવામાં આવી રહ્યુ છે.. આ ટ્રેન સિસ્ટમને શહેરો માટે તૈયાર કરવામાં આવ્યુ છે.. તેને ઑટોનોમસ રેલ રેપિડ ટ્રાંસિટ કહે છે. તેને ચીન રેલ કોર્પોરેશને તૈયાર કર્યુ છે. 
 
તો પછી કેવો સરસ માહિતગાર છે ને અમારો આ વીડિયો તેઓ તેને લાઈક અને શેર જરૂર કરો અને .. આ રીતે જ આવા અન્ય વીડિયો મેળવવા માટે અમારી યૂટ્યુબ ચેનલને બસ સબસ્ક્રાઈબ કરી લો..