અમેરિકા: એટલાન્ટામાં 3 મસાજ પાર્લરોમાં ફાયરિંગ, 4 મહિલા સહિત 8 ની હત્યા
અમેરિકાના એટલાન્ટામાં ફાયરિંગની દર્દનાક ઘટના સામે આવી છે. એટલાન્ટાના જ્યોર્જિયા વિસ્તારમાં ત્રણ મસાજ પાર્લરોમાં ફાયરિંગની ઘટના બની, જેમાં ચાર મહિલાઓ સહિત આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. આમાંથી બે મસાજ પાર્લરો રોડની સામસામે છે. પોલીસ આ ફાયરિંગનું કારણ શોધવા માટે પ્રયાસ કરી રહી છે. આ માહિતી સ્થાનિક મીડિયાએ રોઇટર્સના હવાલા દ્વારા આપી.
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ અધિકારીઓએ મંગળવારે કહ્યું કે એટલાન્ટામાં બે મસાજ પાર્લર અને એક ઉપનગરમાં ફાયરિંગની ઘટનામાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે. જો કે, ઘટનાના કલાકો પછી દક્ષિણ પશ્ચિમ જ્યોર્જિયામાં એક 21 વર્ષીય વ્યક્તિને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.
એટલાન્ટાના પોલીસ પ્રમુખ રોડની બ્રાયન્ટે જણાવ્યું હતું કે પૂર્વોત્તર એટલાન્ટામાં એક સ્પામાં ત્રણ લોકો માર્યા ગયા, જ્યારે ચોથા વ્યક્તિને રસ્તાને પાર એક અન્ય સ્પામાં મારવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ચારેય ભોગ બનેલી મહિલાઓ હતી અને એશિયન મૂળની હોઈ શકે.
એટલાન્ટા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના સાંજે 5:50 વાગ્યે (સ્થાનિક સમય) બની છે, જ્યાં મસાજ પાર્લરમાં લૂંટ થઈ હતી. જેમાં ત્રણ મહિલાઓને ગોળી વાગવાથી મૃત મળી. પોલીસ ઘટના સ્થળે હતી ત્યારે તેમને રસ્તાની સામે બાજુ એક અન્ય ફાયરિંગની ઘટનાની જાણ થઈ કે એક અન્ય મસાજ પાર્લરમાં ફાયરિંગ થઈ છે, જ્યાં એક મહિલા મૃત હાલતમાં મળી આવી.