બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 27 એપ્રિલ 2022 (23:42 IST)

ટ્રક નીચે આવતા બાળકને માતાએ બચાવ્યો, વીડિયો જોઈને રૂંવાટા ઉભા થઈ જશે

accident
મા તે મા બીજા બધા વગડાના વા.. આ કહેવત એમ જ નથી પડી. આ દુનિયામાં માતા જેટલુ બાળકો વિશે વિચારે છે તેટલુ કોઈ નથી વિચારી શકતુ.  આવી જ એક ઘટના સામે આવી છે જેમા અકસ્માતે ટ્રક નીચે આવતા બાળકને માતાએ કેટલી ત્વરિત હિમંતથી બચાવ્યુ છે કે વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. 
 
આ ઘટના વિયેતનામની છે. ઘટનાના વીડિયોમાં એક વ્યક્તિ તેની પત્ની અને બાળક સાથે ટુ-વ્હીલર પર જતો જોઈ શકાય છે. ત્યારે એક કાર તેમના વાહનને ઓવરટેક કરે છે અને આ દરમિયાન કાર તેમની બાઇક સાથે અડી જાય છે. પાછળ બેઠેલા માતા-પુત્ર બંને બાઇક પરથી રોડ પર પટકાયા હતા. સામેથી એક ઝડપભેર ટ્રક આવી રહી છે અને પછી...

ત્યારબાદ જે થયુ તે ખૂબ જ ભયાનક હતુ 
 
પરંતુ આ દરમિયાન માતા તેના બાળકને ટ્રકમાંથી પડીને પણ બચાવે છે. તેણીએ બાળકને એક હાથે ઉપાડ્યો અૂી ને બાળક ટ્રકની નીચે આવતા બચી ગયું. માતાને કંઈ થતું નથી અને બાળક પણ બચી જાય છે. આ બધું માત્ર 12 સેકન્ડમાં થઈ જાય છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 49 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે લોકોએ આ વીડિયો જોયો ત્યારે તેઓએ માતાની પ્રશંસા કરી. એક વ્યક્તિએ તેને 'મધર ઓફ ધ યર' પણ કહી.