બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (20:12 IST)

જાણો શુ છે શરિયા કાયદો ? સ્ત્રીઓ માટે કેટલો ખતરનાક

અફગાનિસ્તાન પર તાલિબાનના કબજા સાથે કટ્ટરપંથી સંગઠને સ્પષ્ટ કરી દીધુ છે કે તે કયા પ્રકાના યુદ્દગ્રસ્ત દેશ પર શાસન કરવાનો છે. તાલિબાને કહ્યુ કે સંગઠન અફગાનિસ્તન પર શરિયા અથવા ઈસ્લામિક કાયદાના માઘ્યમથી શાસન ચલાવશે. સંગઠને રવિવારે કાબુલ પર કબજો જમાવતા પોતાની જીતની જાહેરત કરી દીધી. આ રીતે તેણે લગભગ બે દસકાથી ચાલતા અમેરિકી નેતૃત્વવાલા ગઠબંધનની દેશમાં ઉપસ્થિતિને લગભગ ખતમ કરી દીધી. તાલિબાને અફગાનિસ્તાન પર નિયંત્રણ પછી બધા લોકો માટે આમ માફી આપવાની સત્તાવાર જાહેરાત કરી.  ઇસ્લામિક અમીરાત સંસ્કૃતિ કમિશનરના સભ્ય ઇનામુલ્લાહ સામંગાનીએ  આની જાહેરાત કરતા મહિલાઓને સરકાર સાથે જોડાવવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, ઇસ્લામિક અમીરાત ઇચ્છતું નથી કે મહિલાઓને તકલીફ પડે. જો કે, વ્યક્તિઓનુ માનવુ છે કે શરિયા કાયદાને કારણે દેશમાં મહિલાઓની સ્થિતિ કથળી શકે છે.
 
છેવટે શુ છે શરિયા કાયદો  ? 
શરિયા ઈસ્લામની કાયદાકીય વ્યવસ્થા છે. તેને ઈસ્લામના પવિત્ર પુસ્તક કુરાન, સુન્નાહ અને હદીસમાંથી લેવામાં આવ્યો છે. શરિયાનો શાબ્દિક અર્થ છે પાણીનો એક સ્પષ્ટ અને વ્યવસ્થિત રસ્તો હોય છે. શરિયા કાયદાના માઘ્યમથી બધા મુસ્લિમોને જીવવાનો એક માર્ગ બતાવવામાં આવે છે.  તેમા તેમને ઈસ્લામમાં બતાવેલ વસ્તુઓનુ પાલન કરવાનુ હોય છે.  મતલબ નમાજ અદા કરવી, રોજા રાખવઆ અને નિર્ધનને દાન કરવાનો સમાવેશ છે.  તેનુ લક્ષ્ય મુસલમાનોને એ સમજાવવામાં મદદ કરે છે કે તેમને પોતાની જીંદગીના દરેક પહેલુને ઉપરવાળાની ઈચ્છા મુજબ કેવી રીતે જીવવી જોઈએ. 
 
શરિયાનો વ્યવ્હારમાં શુ અર્થ છે  ? 
શરિયા એક મુસલમાનને દૈનિક જીવનના દરેક પહેલુથી અવગત કરાવે છે. દાખલા તરીકે એક મુસ્લિમને તેના સહયોગી કામ પછી પબમાં આવવા માટે બોલાવે છે. પણ હવે તે એ વિચારી રહ્યો છે કે તેને જવુ જોઈએ કે નહી. આવામાં મુસ્લિમ વ્યક્તિ સલાહ માટે શરિયાના વિદ્વાન પાસે જઈ શકે છે. જેનાહી એ સુનિશ્ચિત થઈ શકે કે તે પોતાનો ધર્મના કાયદાકીય માળખાની અંદર કાર્ય કરી શકે. દૈનિક જીવનના અન્ય વિસ્તારોમાં જ્યા મુસલમાન માર્ગદર્શન માટે શરિયા કાયદાની તરફ વળી શકે છે, તેમા પારિવારિક કાયદો, નાણાકીય અને વેપારનો સમાવેશ છે. 
 
આ કાયદાની કઠોર સજા શુ છે ?
 
શરિયા કાયદો અપરાધોને બે ભાગમાં વહેચે છે.  તેમા પહેલો હદ અપરાધ છે. જે ગંભીર અપરાધ છે અને તેમા સજા આપવામાં આવે છે.  બીજો તજીર અપરાધ છે. જ્યા સજા આપવાનો નિર્ણયને જજના વિવેક પર છોડવામાં આવે છે.  હદ અપરાધોમાં ચોરીનો સમાવેશ છે.  આવુ કરવા પર આરોપીના હાથ કાપી નાખવામાં આવે છે. બીજી બાજુ યૌન સંબંધી દોષેઓ માટે સખત દંડ છે. જેમા પત્થર મારીને મોતની સજા આપવાનો સમાવેશ છે.  કેટલાક ઈસ્લામી સંગઠનોએ તર્ક આપ્યો કે સજા પહેલા ઠોસ પુરાવા હોવા જરૂરી છે. 

1990માં જ્યારે તેમણે અફઘાનિસ્તાન પર કબજો કરીને તેને ઇસ્લામિક દેશ જાહેર કર્યો ત્યારે લોકોને ફિલ્મો જોવા પર સંગીત સાંભળવા પર મહિલાઓને તેમના મહેરમ વગર ઘરની બહાર નીકળવાની પણ આઝાદી નહોતી.
 
મહેરમ મતલબ યા તો પિતા, પતિ કે પુત્ર. તેઓ પોતાના અર્થઘટન પ્રમાણે શરિયત લાગુ કરાવે છે અને લોકો પર શાસન કરે છે.
 
પરપુરુષગમન કરનારી મહિલાને પથ્થરથી માર મારીને તેની હત્યા કરવાની સજા ફરમાવવામાં આવેલી છે.
 
મુસ્લિમ જગતમાં ઇસ્લામનો ત્યાગ કે ધર્મ છોડવાને માટે મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. મોટાભાગનું મુસ્લિમજગત તથા નિષ્ણાતો માને છે કે તેના માટે મૃત્યુની સજા છે.
 
જોકે, લઘુમતી એવા મુસ્લિમ વિદ્વાનો, વિશેષ કરીને જેઓ પશ્ચિમી સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે, તેઓ માને છે કે વાસ્તવમાં આધુનિક જગતમાં 'સજા' અલ્લાહ ઉપર છોડી દેવી જોઈએ. ધર્મત્યાગથી ઇસ્લામને કોઈ જોખમ નથી. કુરાનમાં પણ ધર્મ માટે "ફરજિયાતપણું" નથી.
 
અનેક મુસ્લિમ દેશોએ સંપૂર્ણપણે શરિયતનો કાયદો લાગુ નથી કર્યો, ક્યાંક તે પૂર્ણપણે લાગુ થયેલો છે, તો ક્યાંક આંશિકપણે. સામાન્ય રીતે જે દેશમાં ઇસ્લામિક કાયદો લાગુ હોય તે દેશ ધર્મનિરપેક્ષ નથી હોતો.
 
ઇરાક, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, સયુક્ત આરબ અમિરાત, માલદીવ, ઈરાન, ઇજિપ્ત, મલેશિયા, નાઇજિરિયા તથા સુદાનમાં શરિયત લાગુ છે.
 
ભારત જેવા દેશમાં આર્થિક અને ગુનાહિત બાબતો માટે બંધારણ તથા અન્ય કાયદા લાગુ પડે છે, જ્યારે વ્યક્તિગત બાબતો શરિયત હેઠળ નિયંત્રિત થાય છે, જેના માટે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ જેવી સંસ્થાનું ગઠન કરવામાં આવ્યું છે.
 
અફઘાનિસ્તાનમાં યુદ્ધની સમાપ્તિ બાદ, તાલિબાનોએ કહ્યું હતું કે મહિલાઓને ઘરની બહાર નીકળવાની તથા કામકાજ કરવાની મંજૂરી રહેશે, પરંતુ તેમણે બુરખો અને હિજાબ પહેરવાં પડશે.