1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વૉશિંગટન , શુક્રવાર, 26 જૂન 2009 (11:38 IST)

અમેરિકા ભારત-પાક વાર્તાનું સમર્થન કરશે

આતંકવાદ વિરુદ્ધ લડાઈ અને ક્ષેત્રીય સ્થિરતા માટે અમેરિકા ભારત-પાક વાર્તાનું સમર્થન કરશે. વાર્તાની રૂપરેખા બન્ને દેશો જ નક્કી કરશે.

ઓબામા પ્રશાસનમાં દક્ષિણ અને કેંદ્રીય એશિયાના સહાયક મંત્રી રાબર્ટ ઓ બ્લૈકે અમેરિકી સાંસદોને કહ્યું કે ભારત અને પાકિસ્તાન સંયુક્ત પડકારોનો સામનો કરી રહ્યાં છે અને આતંકવાદ વિરુદ્ધ લંડાઈ અને ક્ષેત્રમાં સ્થિરતા માટે અમેરિકા વાર્તાનું સમર્થન કરતું રહેશે.

શંઘાઈ સહયોગ સંગઠન સમ્મેલનની અંદર 16 જૂનના રોજ વડાપ્રધાન મનમોહનસિંહ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી વચ્ચે બેઠક વિષે બ્લેકે કહ્યું કે મુંબઈ હુમલા બાદ ટોચના લેવલની વાર્તા ઉત્સાહજનક રહી.