શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 12 મે 2017 (15:15 IST)

આ છે ફ્રાંસના રાષ્ટ્રપતિની Love Story

લગ્ન માટે દરેક કોઈના મનમાં ઘણા સપના હોય છે. સામાન્ય માણસ હોય,ફેમસ સેલિબ્રિટી કે પછી કોઈ રાજનેતા દરેક કોઈના મનમાં તેમના પાર્ટનરને લઈને ઘણી ઈચ્છાઓ હોય છે પણ આ વાત પણ સાચી ચે કે પ્રેમની કોઈ ઉમર નહી હોય. ક્યારે પણ અને કોઈ પણ ઉમ્રમાં પ્રેમ થઈ શકે છે. વિશ્વની સામે એવી ઘણી મિશાલ છે જેણે પ્રેમ માતે ન તો ઉમરની પરવાહ કરી અને ન દુનિયાની 
 
ફ્રાંસના નવા રાષ્ટ્રપતિ આજકાલ અંતરરાષ્ટ્રીય રાજનીતિમાં છવાયેલા છે. 39 વર્ષના ઈમાનુએલ મેક્રોન Emmanuel Macron ફ્રાંસના સૌથી યુવા રાષ્ટ્રપતિ છે. મજાની વાત આ છે કે મેક્રાન કોઈ પણ રાજનીતિક પાર્ટીથી સંબંધ નહી રાખતા. તેમના જીતના સિવાય મેક્રોનની લવ સ્ટોરી પણ ખૂબ ચર્ચામાં છે. ફ્રાંસની પ્રથમ મહિલા એટલે મેક્રોનની પત્ની બ્રિજિટ ટ્રાગનેક્સ Brigitte Trogneux તેમનાથી 24 વર્ષ મોટી છે. એ સારી રાજનીતિક સમજ અને સારી સૂઝબૂઝ વાળી મહિલા છે. એ પૂરી રીતે તેમના પતિના રાજનીતિક કરિયરમાં યોગદાન આપી રહી છે. 
 
ઈમાનુએલ મેક્રોન અને  બ્રિજિટ ટ્રાગનેક્સની Love Story
 
ઈમાનુએલ મેક્રોન અને  બ્રિજિટ ટ્રાગનેક્સની  મુલાકાત તેમના હાઈ સ્કૂલમાં થઈ હતી. એ મોક્રોનની ટીચર હતી. તેમનાથી ભણતા ભણતા  બન્નેના વચ્ચે પ્રેમ થઈ ગયું અને બન્નેના લગ્ન કરવાનો ફેસલો કરી લીધું. આમ તો ટ્રાગનેક્સ પહેલાથી જ પરિણીત હતી અને 3 બાળકોની માં છે. છતાંય આ બન્નેની ઉમરની પરવાહ ન કરતા લગ્ન કર્યા. ઈમાનુએલનો જન્મ 21 દિસંબર 1977માં થયું હતું. બ્રિજિટનો જન્મ 13 એપ્રિલ 1953માં થયું હતું.