1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: બુધવાર, 10 ઑગસ્ટ 2011 (14:13 IST)

ગુરૂદ્વારા બચાવવા સેંકડો શીખ માર્ગ પર

લંડનમાં સેકડો શિખ લૂટારૂ અને આગચંપી કરનારાઓથી પોતાના ગુરૂદ્વારાની રક્ષા કરવા માટે માર્ગ પર આવી ગયા.

બ્રિટનની રાજધાનીમાં છેલ્લા ચાર દિવસથી તોફાનો અને આગચંપીના બનાવો ચાલુ છે. આ શિખ લોકો ગઈકાલે પશ્ચિમી લંડનના સાઉથહોલમાં પોતાન ગુરૂદ્વારાની બહાર એકત્ર થઈ ગયા જેથી તેની રક્ષા કરી શકાય.

આ પહેલા આ અફવા ઉડી હતી કે ગુરૂદ્વારા લૂંટારૂઓનું આગામી નિશાન છે. આ સમૂહ એ શક્યત લૂંટારૂઓ પર નજર રાખવા માટે મોટરસાઈકલ પર ફરીને ચકાસણી કરી અને રેલવે સ્ટેશન પર દેખરેખ રાખી.