1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 7 ઑગસ્ટ 2016 (18:21 IST)

વિજય રુપાણી શપથગ્રહણ સમારોહ

વિજય રૂપાણીએ રવિવારે ગુજરાત ના મુખ્યમંત્રી રીતે શપથ લીધી .ગુજરાત રાજ્યના 16માં મુખ્યમંત્રી આજે બન્યા ,વિજય રૂપાણી ગાંધીનગરમાં મહાત્મામંદિર ખાતે શપથ લીધી .

 

વિજય રૂપાણી સહિત ડેપ્યુટી સીએમ તરીકે નીતિન પટેલ અને બીજા 20થી વધુ મંત્રીઓ પણ 12.39 મિનિટે શપથ લીધી લેશે,શપથગ્રહણમાં એલ.કે.અડવાણી, અરૂણ જેટલી, મુરલી મનોહર જોશી, વસુંધરા રાજે, શિવરાજસિંહ ચૌહાણ હાજર રહેશે. 

કોણ હશે રૂપાણીના મંત્રીમંડળમાં..
 
રાજ્યના મુખ્યમંત્રી પદે વિજય રુપાણીના શપથ ગ્રહણ સમારોહની સાથે તેમના નવા મંત્રી મંડળનો પણ શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે.  ત્યારે મંત્રી મંડળના 
 
નવા નામોને લઈને અત્યારથી જ અટકળો ચાલી રહી છે. ભાજપના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વિજય રૂપાણીના મંત્રી મંડળમાં ૨૭ સભ્યોનો સમાવેશ કરવામાં આવી શકે છે. જેમાંથી ૮ મંત્રીઓને કેબિનેટનો જ્યારે ૧૯ મંત્રીઓને રાજ્યકક્ષાનો દરજ્જો આપવામાં આવી શકે છે.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વિજય રુપાણીના મંત્રી મંડળમાં નિમાબેન આચાર્ય સહિત અડધા ડઝનથી વધુ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે. તો બીજી બાજુ ગોવિંદ પટેલ સહિતના કેટલાક મંત્રીઓની બાદબાકી કરવામાં આવશે. ખાસ કરીને જે મંત્રીઓની ઉંમર ૭૦ કે ૭૫ વર્ષની આસપાસ છે તેમને મંત્રી પદેથી હટાવીને સંગઠનની જવાબદારીઓ સોંપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
આ ઉપરાંત શંકરભાઈ ચૌધરી અને પ્રદિપસિંહ જાડેજાને કેબિનેટનું પ્રમોશન મળી શકે છે. જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં પુરુષોત્તમ સોલંકીની જગ્યાએ હિરાભાઈ સોલંકીનો સમાવેશ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે અન્ય મંત્રીઓમાં જશા બારડ, થારાચંદ છેડા, દીલિપ ઠાકોર, નાનુ વાનાણી, જશા બારડ, રજની પટેલ, જીતુ વાઘાણી, બાવકુ ઉઘાડ, ગીલિટ વાલા,  સહિતના નામોનો સમાવેશ થઈ શકે છે.  અમિત શાહે નવા મંત્રીમંડળમાં કોને સમાવવા તે અંગે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ મંજુરીની મહોર મારી દીધી હોવાનુ જાણવા મળ્યુ છે. દિવસભર ચાલેલી મેરેથોન બેઠકમાં જ્ઞાતિ, જાતિ, રાજકીય સમીકરણોના આધારે મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે.
 
જો કે ભાજપ તરફથી અધિકૃત રીતે નવા મંત્રીઓ અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.