1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

ઇવીએમની ગરબડીથી કોંગ્રેસ જીત્યું !

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના પૂર્વ સર સંઘચાલક કેસી સુદર્શને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતનું કારણ ઇલેકટ્રોનિક્સ વોટિંગ મશીનો ઇવીએમમાં ગરબડી થઇ હોવાનું માને છે.

આપાતકાલિન દરમિયાન જેલમાં બંધ રહેલા સત્યાગ્રહીઓના સન્માનમાં આજે અહીં આયોજિત એક કાર્યક્રમમાં સુદર્શને કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં ઇવીએમ મશીનોમાં ગરબડીના કારણે ચૂંટણી પરિણામ કોંગ્રેસના પક્ષમાં ગયું છે.

તેમણે આપાતકાલિનને યાદ કરતાં કહ્યું કે, તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના તાનાશાહી વલણને વખોડતાં તેમણે કહ્યું કે, એકાંકી બાળપણને કારણે ઇન્દિરા ગાંધી પોતાને અસુરક્ષિત અનુભવતા હતા. તે જીદ્દી સ્વભાવના હતા અને પોતાની ખુરશી બચાવવા માટે તાનાશાહી ઉપર ઉતરી આવ્યા હતા અને લોકતંત્રનું ગળું દબાવી દીધું હતું.

તેમણે સંવિધાનને અપ્રાસંગિક કરાર આપતાં કહ્યું કે, આના નિર્માતા ડો. ભીમરાવ આંબેડકરે પણ બાદમાં કહ્યું હતું કે, મારૂ ચાલે તો હું આને સળગાવી દઉં. વરિષ્ઠ પત્રકાર રામ બહાદુર રાયે પણ સંવિધાનને અપ્રાસંગિક બતાવતાં કહ્યું તે ગરીબની આશાઓ તથા આકાંક્ષાઓને પુરી કરવા માટે નવું સંવિધાન રચવું જોઇએ.