1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: લખનઉ , શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2008 (20:23 IST)

ઉપ્રમાં 1 હજારથી વધુ ગામ પૂર પ્રભાવિત

ઉત્તર પ્રદેશમાં પૂરથી પ્રભાવિત જિલ્લાઓમાં નદીઓમાં જળસ્તરમાં ઘટાડો થવા છતાં એક હજારથી વધુ ગામડાઓ પૂરથી ઘેરાયેલા છે. રાજ્યનાં 24 જિલ્લાઓમાં પૂરની અસર હેઠળ છે. જેમાં બારાબંકી, ગોંડા, લખીમપુરખીરી તથા સીતાપુરમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે.

ઘાઘરા, શારદા અને ગોમતી નદીમાં જળસ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પણ હજી કેટલાંક સ્થાનો પર તે ખતરાનાં નિશાનથી ઉપર વહી રહી છે.

બારાબંકી અને ગોંડામાં પૂરપીડિતોને રાહત પહોચાડવા તથા તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવી રહ્યાં છે. તેમજ તેમને રાહત સામગ્રી પહોચાડવા
સેનાની મદદ લેવામાં આવી રહી છે. અત્યારસુધી 48 હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવ્યા છે.

સરકારી તંત્રની કામગીરી છતાં હજી સુધી પરિસ્થિતિમાં કોઈ સુધાર થયો નથી. લોકોને ખાવાપીવાની તેમજ દવાની જરૂરીયાત યોગ્ય સંખ્યામાં પૂરી પાડવામાં મુશ્કેલી પડે છે.