1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 21 ફેબ્રુઆરી 2015 (14:36 IST)

કેજરીવાલને ઝટકો.. 'આપ'ના બે ધારાસભ્યોની ધરપકડ થઈ શકે છે

કેજરીવાલને એક મોટો ઝટકો લાગવાનો છે. આપ ના બે ધારાસભ્યની ધરપકડ થઈ શકે છે. બરાડીમાંથી આપના ધારાસભ્ય સંજીવ ઝા એ એક પોલીસ પર પિસ્તોલ તાકવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાના વિરોધમાં આપ સમર્થકોએ બુરાડી મથકમાં મોડી રાતે ધેરાબંદી કરી લીધી. 
 
માહિતી મુજબ બુરાડીથી સંજીવ ઝા અપહરણના એક કેસની તપાસની માહિતી લેવા પોલીસ મથક પર ગયા હતા. તેમનો આરોપ છે કે ત્યા સિપાહીએ તેમની સાથે ગેરવર્તણૂંક કરી અને વિરોધ કરતા પિસ્તોલ તાકી દીધી. મામલાની સૂચના મળતા જ પોલીસ ઉપરાંત મોટા અધિકારી પર પહોંચી ગયા અને લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો. 
 
આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે હાથાપાઈ થઈ ગઈ અને પોલીસે ભીડને વિખેરવા લાઠીચાર્જ પણ કર્યો. ત્યારબાદ પોલીસે આપના બે ધારાસભ્ય સંજીવ ઝા વિરુદ્ધ હિંસા ભડકાવવાનો કેસ નોંધી લીધો. બીજી બાજુ સંજીવ ઝાએ પોલીસ પર ગેરવર્તણૂંક કરવાનો આરોપ લગાવ્યો છે.  
 
માહિતી મુજબ સ્થાનીક લોકોએ જણાવ્યુ કે પોલીસ કર્મચારી સંજીવ ઝા એ  રાયફલ તાક્યા પછી કહ્યુ કે 'પોલીસ સ્ટેશનમાંથી બહાર જાવ નહી તો રાયફલ દ્વારા ધારાસભ્ય બનાવી લઈશુ.' પોલીસ અધિકારી એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ધારાસભ્ય અને સિપાહી વચ્ચે વિવાદ કંઈ વાતને લઈને થયો. લિસે આપ ધારાસભ્ય વિરુદ્ધ એસઆઈ અજય કુમારની ફરિયાદ પર બુરાડી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ધારા 147/148/149/ 186/353/323/427/506 ના હેઠળ કેસ નોંધી લીધો છે.