1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 19 નવેમ્બર 2013 (16:27 IST)

કેજરીવાલ મારા દુશ્મન નથી - અણ્ણા હજારે

P.R
સામાજીક કાર્યકર્તા અણ્ણા હજારેએ મંગળવારે કહ્યુ કે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલ તેમના દુશ્મન નથી. અને હુ તેમની સાથે વાત કરવા તૈયાર છુ. સોમવારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની પ્રેસ કૉન્ફરન્સમાં હંગામો થયા બાદ અણ્ણા હજારેએ કહ્યુ કે મને કેજરીવાલનાં ચરિત્ર પર શંકા નથી અને તે મારા દુશ્મન પણ નથી. પણ મારા નામનો ઉપયોગ ચૂંટણીમાં ન થવો જોઇએ.

જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપ અણ્ણા અને કેજરીવાલ વચ્ચે તકરાર વધારી રહી છે. આપ પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અણ્ણાનાં અંગત લોકો તેમની ઘેરીને રહે છે, જે મને અણ્ણા સાથે વાત નથી કરવા દેતા. જ્યારે આપનાં અન્ય એક નેતા કુમાર વિશ્વાસે કહ્યુ કે અણ્ણા પર દબાણ કરીને પત્ર લખાવવામાં આવ્યો, જેમાં અણ્ણાએ આપ પાર્ટીને સવાલ પૂછ્યા. આ તમામ કામ ભાજપનાં ઇશારે થઇ રહ્યુ છે.

કેજરીવાલને લખેલ પોતાના પત્રમાં સ્પષ્ટીકરણ આપતા હજારેએ કહ્યુ, 'મને બતાવાયુ હતુ કે ઈંડિયા અગેંસ્ટ કરપ્શન આંદોલન દરમિયાન મારા નામ પર સિમ કાર્ડ રજૂ કર્યુ હતુ, જેના વેચાણથી નાણા એકત્ર કરવામાં આવ્યા. આની સાથે મારો કોઈ સંબંધ નથી.