1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ત્રિચરાપલ્લી. , ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2013 (10:22 IST)

તમિલનાડુમાં મોદીની આજે પહેલી રેલી, રજનીકાંત પણ જોડાય તેવી શક્યતા

P.R


ભાજપા તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર થયા બાદ નરેન્દ્ર મોદીની આજે દક્ષિણ ભારતમાં પહેલી રેલી છે. આજે તે તમિલનાડુના ત્રિચરાપલ્લીમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા છે. જેમા સુપરસ્ટાર રજનીકાંત પણ જોડાશે તેવી ચર્ચા છે. એવુ કહેવાય રહ્યુ છેકે મોદીની રેલીમાં જોડાવવા માટે દસ રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે. આ વિચારવા જેવી વાત છે કે હૈદરાબાદમાં થયેલ મોદીની રેલીમાં ભારે સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જેને જોયા બાદ જ હવે તેની કિમંત વધી ગઈ છે. ત્રિચરાપલ્લીમાં હવે કિમંત વધારી દેવામાં આવી છે.

ત્રિચરાપલ્લીમાં આ રેલી પુનમલઈ વિસ્તારના ગોલ્ડેન રોક રેલવે ગ્રાઉંડ પર આયોજીત કરવામાં આવી છે. આ રેલીમા તમિલનાડુમાં ભગવાનનો દરજ્જો રાખનારા રજનીકાંત પણ જોડાય શકે છે. આ દરમિયાન તેમને ભાજપામં જોડાવવાની શક્યતા બતાવીય રહી છે. બીજી બાજુ મોદીએ ગઈકાલે ભોપાલમાં કોંગ્રેસને લલકાર કરી કહ્યુ હતુ કે હજુ અમારુ કોંગ્રેસ મુક્ત ભારતનુ સપનું પુરૂ થયુ નથી. તેઓ અહી ફરી એ જ સપનાનું પુનરાવર્તન કરશે.