1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 20 જુલાઈ 2013 (15:44 IST)

દાઉદ ઈબ્રાહિમનો સટ્ટેબાજ મંત્રી કોણ ?

.
P.R
આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ અને સટ્ટેબાજીમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કરાંચીથી બેઠા બેઠા રમત રમી રહ્યા હતા. તો ભારતમાં એક કેન્દ્રીય મંત્રી પણ તેના સંપર્કમાં હતા. આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં દાઉદનો હાથ હોવાની વાત પૂરી રીતે સાબિત થઈ ગઈ છે. આઈબી તરફથી રો એ આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં દિલ્હી પોલીસની સ્પેશલ સેલ તરફથી મળેલ વોયસ સૈપલ દાઉદના હોવાની ચોખવટ કરી દીધી છે. દાઉદ અને બુકીની આ વાતચીતમાં વારેઘડીએ એક કેન્દ્રીય મંત્રીનો ઉલ્લેખ આવે છે. સૌથી મોટો પ્રશ્ન એ કે દાઉદનો આ મંત્રી છે કોણ ?

દિલ્હી પોલીસની સ્પેશલ સેલે 26 માર્ચના રોજ દાઉદની દુબઈની બુકે અને બિઝનેસમેન જાવેદ બુટાનીની વાતચીત ટેપ કરવામાં સફળતા મેળવી હતી. દાઉદે રાત્રે લગભગ સાઢા નવ વાગ્યે 9233332064XXX નંબર સાથે વાત કરી પણ. દિલ્હી પોલીસે આ વોયસ સૈપલ તપાસ માટે સુરક્ષા એજંસીઓને મોકલ્યો હતો.

બંને એજંસીઓએ ગયા મહિને દિલ્હી પોલીસને લખ્યુ છે કે પાકિસ્તાની નંબર 9233332064XXXનો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ ઉપયોગ કરી રહ્યા હતા. આવુ પહેલી વખત બન્યુ છે જ્યારે દાઉદ ઈબ્રાહીમનો અવાજનો નમૂનો તપાસ એજંસીના હાથે લાગ્યો છે. દાઉદ,બુકી અને ચુટાનીની વાતચીતમાં વારેઘડીએ એક કેન્દ્રીય મંત્રીનો ઉલ્લેખ કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે આ મંત્રી કોણ હતો અને આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં તેનો શુ રોલ હતો ? તપાસ એજંસીઓ પણ આ વાતચીત પરથી મળેલ ક્લૂની મદદથી વાતની જડ સુધી જવાના પ્રયત્નો કરી રહી છે.