1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 4 ફેબ્રુઆરી 2013 (12:00 IST)

નરેન્દ્ર મોદીનો કુંભમાં આવવાનો વિરોધ કેમ ?

P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અલ્હાબાદ કુંભ મેળામાં જવના સમાચારને કારણે મોદીને લઈને સંતોના બે જૂથ બની ગયા છે. એક જૂથ અહીં તેમની રાહ જોઈ રહ્યુ છે તો એક જૂથ તેમનો વિરોધ કરી રહ્યો છે.

મોદીનો વિરોધ કરી રહેલ સંત સમાજનું કહેવુ છે કે કુંભ ધર્મ માટે છે ન કે રાજનીતિ માટે. ધર્મ અને રાજનીતિને એકબીજાથી અલગ રાખવા જોઈએ.

સંત સમાજના સભ્ય સ્વામી અઘોક્ષજાનંદે કહ્યુ કે કુંભનુ રાજનીતિકરણ ન કરવુ જોઈએ. આ લોકોની આસ્થા સાથે જોડાયેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ મહાકુંભમાં 7 ફેબ્રુઆરીના રોજ સંત મહાસંમેલનની સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક પણ થાય છે. જેમા સંત સમાજ તરફથી પીએમ પદ માટે મોદીનું નામ ફાઈનલ કરવાના સમાચાર છે.