1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

નીતિશકુમાર મુખ્યમંત્રીની ખુરશી છોડે-લાલુ

રાજીનામાની રાજનીતિ પર રાજદની નવી વાત

મરાઠી-બિનમરાઠીના મુદ્દા પર જદયૂ સાંસદોએ આપેલ રાજીનામાં પછી બિહારની રાજનીતિ ગરમ-ગરમી પર આવી ગઈ છે. એક તરફ જ્યા લોક જનશક્તિ પાર્ટીએ આને માત્ર એક નાટક બતાવ્યુ છે, તો જનતા દળે આની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યો છે.

બીજી બાજુ અધ્યક્ષ લાલુ યાદવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પડકાર આપતા કહ્યુ છે કે પહેલા તેઓ વિધાનસભા અને મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપે, ત્યારબાદ જ હું રાજીનામુ આપીશ.

ઉત્તર ભારતીયો પર મનસેના હુમલાને કારણે થોડા દિવસો પહેલા જ બિહારના બધા દળ એક સાથે મળીને પ્રધાનમંત્રીને મળ્યા હતા. પરંતુ શુક્રવારે જદયૂ નેતાઓના રાજીનામાએ આ એકતામાં રંગમાં ભંગ લાવી દીધો છે.

લાલુપ્રસાદ યાદવનુ કહેવુ છે કે જદયૂ નેતાઓના રાજીનામાની જરૂર જ નથી. જ્યારે કે બિહારની બધી પાર્ટીઓએ મનસે વિરુધ્ધ મોરચો ખોલી દીધો હતો, મુખ્યમંત્રી નીતિશ કુમાર આ અભિયાનની આગેવાને કરી રહ્યા હતા, પરંતુ અચાનક તેમના નેતાઓએ રાજીનામુ આપીને એક મોટી લડાઈને નબળી પાડી દીધી છે.

દિલ્લીમાં લાલુએ કહ્યુ ે જ્યારે ઓક્ટોબરમા નીતિશ કુમાર પ્રધાનમંત્રીને મળવાવાળા રાજ્યના સર્વદલીય પ્રતિનિધિમંડળની આગેવાની કરી રહ્યા હતા, તો વચ્ચે એવી શી વાત થઈ ગઈ કે જદયૂએ આ નાટક કરવુ પડ્યુ. લાલુનુ કહેવુ હતુ કે જ્યારે અમને આ નાટકની જાણ થઈ તો એક વાર ફરી મેં રાજ્યના નેતાઓને અપીલ કરી કે 15 નવેમ્બર સુધી બધા એમપી, એમએલએ એ પછી લોકસભાના હોય કે વિધાનસભાના પોત-પોતાના પદ પરથી રાજીનામુ આપે. આ જ હેઠળ મેં પોતાની પાર્ટીના બધા નેતાઓ પાસેથી રાજીનામુ મેળવી લીધુ છે.